રિલીઝ પહેલા જ આ OTT પ્લેટફોર્મે હૃતિક-સૈફની ફિલ્મ વિક્રમ વેધા રાઇટ્સ ખરીદ્યા-બની ડિજિટલ પ્લેટફોર્મ ની સૌથી મોંઘી ફિલ્મ

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

રિતિક રોશન અને સૈફ અલી ખાનની બહુપ્રતિક્ષિત ફિલ્મ 'વિક્રમ વેધા' રિલીઝ પહેલા જ ચર્ચામાં છે. ફિલ્મનું ધમાકેદાર ટીઝર રિલીઝ થઈ ગયું છે. લાંબા સમય બાદ રિતિક રોશન સ્ક્રીન પર વાપસી કરવા જઈ રહ્યો છે, જેને લઈને તેના ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે. તે જ સમયે, ટીઝરમાં તેની જોરદાર સ્ટાઈલ જોઈને દર્શકો ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા છે. ટીઝર સાથે ફિલ્મને લઈને વધુ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. 'વિક્રમ વેધા' રિલીઝ થવામાં હજુ સમય છે પરંતુ તે પહેલા આ ફિલ્મના OTT રાઈટ્સ વેચાઈ ગયા છે.

'વિક્રમ વેધા'માં સૈફ અલી ખાન પોલીસ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. તેમજ રિતિક રોશન ફિલ્મમાં ગેંગસ્ટરની ભૂમિકા ભજવશે. આ ફિલ્મ થિયેટરોમાં બાદ OTT પર રિલીઝ થશે. લેટ્સ ઓટીટી ગ્લોબલના ટ્વિટર એકાઉન્ટ પરથી આ માહિતી શેર કરવામાં આવી છે કે વૂટ સિલેક્ટે હૃતિક રોશન અને સૈફ અલી ખાનની 'વિક્રમ વેધા'ના ડિજિટલ રાઇટ્સ ખરીદ્યા છે. એટલું જ નહીં, મીડિયા રિપોર્ટ્સમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ OTT પ્લેટફોર્મ પર મોંઘી કિંમતે વેચાઈ છે.નોંધનીય છે કે 'વિક્રમ વેધા' વર્ષ 2018માં તમિલમાં રિલીઝ થઈ હતી, જેની આ હિન્દી રિમેક છે. તમિલ ફિલ્મમાં આર માધવન વિક્રમની ભૂમિકામાં જોવા મળ્યો હતો, જ્યારે વેધાનું પાત્ર વિજય સેતુપતિએ ભજવ્યું હતું. 'વિક્રમ વેધા'ની હિન્દી રિમેકમાં સૈફ અલી ખાન વિક્રમના રોલમાં અને રિતિક રોશન વેધાના રોલમાં જોવા મળશે. 

તમને જણાવી દઈએ કે હૃતિક રોશન અને સૈફ અલી ખાન આ પહેલા વર્ષ 2002માં આવેલી ફિલ્મ 'ના તુમ જાનો ના હમ'માં સાથે જોવા મળ્યા હતા. ફરી એકવાર આ મજબૂત જોડી 'વિક્રમ વેધા'માં જોવા મળશે, જેને લઈને ફેન્સ ખૂબ જ ઉત્સાહિત છે.

આ સમાચાર પણ વાંચો : અભિનેતા છોડીને નવાઝુદ્દીન સિદ્દીકીએ અપનાવ્યો અનોખો લુક-આ ફિલ્મ માટે બદલ્યો વેશ

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment