Site icon

રિતિક રોશનની આ એક માંગણી થી ફિલ્મ વિક્રમ વેધાનું બજેટ અનેકગણું વધી ગયું-બની અભિનેતાની અત્યાર સુધીની સૌથી મોંઘી ફિલ્મ

News Continuous Bureau | Mumbai 

બોલિવૂડ સુપરસ્ટાર રિતિક રોશન અને સૈફ અલી ખાન સ્ટારર બ્લોકબસ્ટર તમિલ ફિલ્મની રિમેક વિક્રમ વેધાને (Vikram Vedha)લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના છે. ‘સુપર 30’ અને ‘વોર’ની સફળતા પછી, રિતિક રોશનના ચાહકો આ ફિલ્મની રિલીઝ માટે તેમની નજર ટેકવી રહ્યા છે. આ ફિલ્મનું દિગ્દર્શન તમિલ ફિલ્મ વિક્રમ વેધાની ડાયરેક્ટર જોડી ગાયત્રી અને પુષ્કર (Gayatri and Pushkar)કરી રહ્યા છે. આવી સ્થિતિમાં, સ્પષ્ટ છે કે આ ફિલ્મ સતત ધૂમ મચાવી રહી છે. પરંતુ હવે આ ફિલ્મ વિશે એવી માહિતી મળી છે, જે ચાહકોનું દિલ તોડી નાખશે.

Join Our WhatsApp Community

એક ન્યૂઝ પોર્ટલ ને  ફિલ્મ વિક્રમ વેધા વિશે વિશેષ માહિતી મળી છે. ફિલ્મની નજીકના એક સૂત્રને ટાંકીને જાણવા મળ્યું છે કે ફિલ્મ વિક્રમ વેધાનું બજેટ (budget)અનેકગણું વધી ગયું છે. એક નજીકના સૂત્રએ જણાવ્યું કે હકીકતમાં, વિક્રમ વેધાની દિગ્દર્શક જોડી આ ફિલ્મને મૂળ તમિલ ફિલ્મની(Tamil film) જેમ મર્યાદિત બજેટમાં બનાવવા માંગતી હતી. નિર્દેશક જોડી આ ફિલ્મને મૂળ તમિલ ફિલ્મની જેમ ઉત્તર પ્રદેશની(Uttar pradesh) સાંકડી ગલીઓમાં શૂટ કરવા માંગતા હતા. પરંતુ રિતિક રોશનના મનમાં અન્ય વિચારો હતા. જેના કારણે ફિલ્મના બજેટમાં જોરદાર વધારો થયો હતો. આટલું જ નહીં રિતિક રોશનની ડિમાન્ડ(Hrithik Roshan demand) પ્રમાણે આ ફિલ્મ રિતિક રોશનની સૌથી મોંઘી ફિલ્મ બની ગઈ છે.

આ સમાચાર પણ વાંચો : નેહા મહેતા ઉર્ફે અંજલી ભાભીના આરોપોથી અસિત મોદી થયા દુઃખી-અભિનેત્રીને ફી ના ચૂકવવાના મામલે નિર્માતાએ કર્યો આ ખુલાસો

ફિલ્મની નજીકના એક સૂત્રએ જણાવ્યું કે હકિકતમાં રિતિક રોશન આ ફિલ્મને યુપીની(Uttar pradesh) સાંકડી ગલીઓમાં શૂટ કરવા નહોતો માંગતો. તેણે યુપીની શેરીઓ જેવો સેટ મેળવીને દુબઈમાં (Dubai)ફિલ્મનું શૂટિંગ પૂર્ણ કરવાની સલાહ આપી. જે બાદ આ ફિલ્મના બજેટમાં જોરદાર વધારો કરવામાં આવ્યો હતો. પ્રાપ્ત માહિતી અનુસાર, યુપીની ગલીઓની જેમ દુબઈમાં શૂટનું શૂટિંગ થવાના કારણે ફિલ્મનો ખર્ચ અનેક ગણો વધી ગયો હતો. એક મીડિયા હાઉસ ના રિપોર્ટ અનુસાર, ફિલ્મનું બજેટ બમણાથી વધુ થઈ ગયું છે અને તેનું બજેટ લગભગ 175 કરોડ રૂપિયા સુધી પહોંચી ગયું છે. જ્યારે તમિલ ફિલ્મનું (Tamil film budget)બજેટ માત્ર 11 કરોડ રૂપિયા હતું અને ફિલ્મે બોક્સ ઓફિસ પર 60 કરોડથી વધુની કમાણી કરી હતી.

Dharmendra Hema Malini: ધર્મેન્દ્ર પછી બદલાઈ ગયું સમીકરણ? હેમા માલિની અને દેઓલ પરિવારના સંબંધો પર શોભા ડેના દાવાએ વધારી સનસનાટી
Dhurandhar: પાકિસ્તાનમાં પણ રણવીરનો પાવર! શાહરૂખ અને રજનીકાંતના રેકોર્ડ તોડી ‘ધુરંધર’ બની નંબર-1; જાણો શું છે મામલો
Shilpa Shetty: વિવાદો વચ્ચે પણ બિઝનેસ ટાયકૂન બની શિલ્પા: બેસ્ટિયન પર આઈટી તવાઈ છતાં નવી હોટેલ શરૂ કરવાની તૈયારી, ઇન્સ્ટાગ્રામ પર આપી માહિતી
Tu Meri Main Tera…’ Trailer Out: કાર્તિક-અનન્યાનો મેજિક કે પછી એ જ જૂની વાર્તા? રિલીઝ થયું ‘તૂ મેરી મૈં તેરા…’નું ટ્રેલર, કેમેસ્ટ્રી હિટ પણ સ્ક્રિપ્ટમાં દમ નથી!
Exit mobile version