Site icon

પહેચાન કૌન- ફોટો માં દેખાતા આ ક્યૂટ બાળકે તેની પહેલી જ ફિલ્મ માં જીત્યા હતા ઘણા એવોર્ડ-આજે છે તે બોલિવૂડનો સુપરસ્ટાર

News Continuous Bureau | Mumbai

તસવીરમાં જોવા મળેલા આ ક્યૂટ અને સુંદર આંખોવાળા બાળકને ઓળખી શકો છો, કોણ છે? આ બાળકની ગણતરી આજે બોલિવૂડના સૌથી વધુ કમાણી કરનારા કલાકારોમાં થાય છે. તેની પહેલી જ ફિલ્મથી, આ બાળક દરેકની આંખોનો તારો બની ગયો અને રાતોરાત સ્ટારડમ(stardum) સુધી પહોંચી ગયો. એટલું જ નહીં, આ બાળકે ડેબ્યૂ ફિલ્મ માટે જ ઘણા એવોર્ડ જીત્યા હતા. હવે અમે તમને ઘણા સંકેતો આપ્યા છે. તો હવે તમે જાણો છો કે આ બાળક કોણ છે?આવો તમને જણાવીએ કે તે કોણ છે અને બોલિવૂડના ક્યા ફિલ્મી પરિવાર સાથે તેનું કનેક્શન છે.

Join Our WhatsApp Community

આ અભિનેતાનું નામ રિતિક રોશન(Hrithik Roshan) છે. રિતિક રોશને ભલે 'કહો ના પ્યાર હૈ'થી હીરો તરીકે બોલિવૂડમાં એન્ટ્રી કરી હોય, પરંતુ તે બાળપણથી જ એક્ટિંગ કરતો આવ્યો છે. રિતિક રોશને તેની કારકિર્દીમાં માત્ર ઘણા એવોર્ડ (award)જ જીત્યા નથી, પરંતુ તેની પ્રથમ ફિલ્મનું નામ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલું છે.રિતિક રોશનને અભિનયની પહેલી તક તેના દાદા પ્રકાશે આપી હતી. રિતિક રોશનના પિતા રાકેશ રોશન(Rakesh Roshan)પણ જાણીતા અભિનેતા અને ફિલ્મ નિર્માતા છે. પ્રકાશ રોશને 6 વર્ષના રિતિકને 1980માં આવેલી ફિલ્મ 'આશા'થી મોટા પડદા પર લોન્ચ કર્યો હતો. આ ફિલ્મમાં રિતિક રોશને જીતેન્દ્ર સાથે ડાન્સ કર્યો હતો. આ માટે પ્રકાશે તેને ફી તરીકે 100 રૂપિયા આપ્યા હતા. આ પછી નાના રિતિકે બીજી ઘણી ફિલ્મોમાં કામ કર્યું. પરંતુ તેમાં તેમનો એક પણ સંવાદ નહોતો. રિતિકને 12 વર્ષની ઉંમરે ફિલ્મમાં તેનો પહેલો ડાયલોગ મળ્યો હતો. આ ફિલ્મ હતી 'ભગવાન દાદા'. આ ફિલ્મમાં રજનીકાંત હતા. આ ફિલ્મથી રિતિક રોશને નક્કી કરી લીધું હતું કે તેણે એક્ટર બનવું છે.

આ સમાચાર પણ વાંચો :  શું એક્સ બોયફ્રેન્ડ થી કંટાળીને અભિનેત્રી વૈશાલીએ કર્યું સુસાઇડ- પોલીસે આત્મ હત્યાના મામલામાં આપ્યું મોટું નિવેદન

તેની 42 વર્ષની લાંબી કારકિર્દીમાં(Hrithik Roshan filmi carrier) રિતિક રોશને 'કહો ના પ્યાર હૈ', 'લક્ષ્ય', 'કોઈ મિલ ગયા', 'ક્રિશ', 'ધૂમ 2', 'જોધા અકબર', 'સુપર 30' સહિત અનેક હિટ ફિલ્મો આપી. હાલમાં, તે 'વિક્રમ વેધ'ને લઈને ચર્ચામાં છે, જેને બોક્સ ઓફિસ પર પણ અદભૂત પ્રતિસાદ મળ્યો છે.

Taarak Mehta Ka Ooltah Chashmah: શું તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં આવશે નવી દયાબેન?અસિત મોદીએ કરી આવી જાહેરાત
Malaika Arora: મલાઈકા અરોરા એ વેચ્યું તેનું મુંબઈ નું એપાર્ટમેન્ટ, અધધ આટલા કરોડમાં થયો સોદો
Amitabh Bachchan: અમિતાભ બચ્ચન ને મેગાસ્ટાર બનવા માટે ચૂકવવી પડી મોટી કિંમત, બિગ બી એ કર્યો જીવનના સૌથી મોટા અફસોસનો ખુલાસો
Pushpa 3 The Rampage: SIIMA એવોર્ડ્સમાં છવાઈ પુષ્પા 2, ફંક્શન માં સુકુમાર એ કરી મોટી જાહેરાત
Exit mobile version