ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 23 ઑગસ્ટ, 2021
સોમવાર
બોલિવૂડની સુંદર અભિનેત્રી હુમા કુરેશી આજકાલ પોતાની ફિલ્મ 'બેલબોટમ'ને લઈને ચર્ચામાં છે, અભિનેત્રીને આ ફિલ્મમાં સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આવી સ્થિતિમાં આજે હુમાએ પોતાની કેટલીક બોલ્ડ તસ્વીરો સોશિયલ મીડિયા પર શેર કરી છે. જે હવે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે.
હુમાએ પોતાની નવી હોટ અને બોલ્ડ તસ્વીરોથી બધાને દંગ કરી દીધા છે. આ તસ્વીરોમાં અભિનેત્રી ખૂબ જ સુંદર લાગી રહી છે. અભિનેત્રીએ પોતાનો લુક લોન્ગ એરિંગ્સ, હૈ પોની અને રેડ લિપસ્ટિક સાથે કમ્પ્લીટ કર્યો છે.
આ વ્હાઇટ ચમકેલા શોર્ટ ડ્રેસમાં અભિનેત્રીને ખૂબ પસંદ કરવામાં આવી રહી છે. હુમાના આ બોલ્ડ ફોટોશૂટે ઈન્ટરનેટ પર આગ લગાવી દીધી છે.
મહત્વનું છે કે હુમાની સોશિયલ મીડિયા પર સારી એવી ફેન ફોલોઈંગ છે. જે તેમની તસવીરો પર ખૂબ લાઈક્સ અને કોમેન્ટ કરતા રહે છે.
અભિનેત્રીએ ગેંગ્સ ઓફ વાસેપુર, એક થી ડાયન, બદલાપુર, ડેઢ ઇશ્કિયા, જોલી એલએલબી 2 જેવી ફિલ્મોમાં પોતાના કામથી બોલીવુડમાં ઓળખ બનાવી છે.