Site icon News Continuous Bureau | Mumbai

Humraaz 2: શું બોબી દેઓલ, અક્ષય ખન્ના ની ફિલ્મ હમરાઝ ની બનવા જઈ રહી છે સિક્વલ? અબ્બાસ મસ્તાન ની આ સુપરહિટ ફિલ્મ પર આવ્યું અપડેટ

Humraaz 2: બોબી દેઓલ હાલ એનિમલ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે. હવે બોબી દેઓલ ની ફિલ્મ ને લઈને એક સમાચાર આવ્યા છે. રિપોર્ટ મુજબ બોબી દેઓલ, અક્ષય ખન્ના અને અમિષા પટેલ સ્ટારર ફિલ્મ હમરાઝ ની સિક્વલ બનાવની છે.

humraaz 2 after 22 years abbas mustan working on this superhit film humraaz sequel

humraaz 2 after 22 years abbas mustan working on this superhit film humraaz sequel

News Continuous Bureau | Mumbai

Humraaz 2: વર્ષ 2002 માં બોબી દેઓલ ની એક ફિલ્મ આવી હતી હમરાઝ જે સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ માં બોબી દેઓલ ની સાથે અક્ષય ખન્ના અને અમિષા પટેલ પણ જોવા મળ્યા હતા. આ ફિલ્મ નું નિર્દેશન અબ્બાસ મસ્તાન એ કર્યું હતું. દર્શકોને આ ફિલ્મ ની સ્ટોરી અને તેના ગીતો ખુબ પસંદ આવ્યા હતા. હવે આ ફિલ્મ વિશે એવું કહેવામાં આવી રહ્યું છે કે, હમરાઝ ની સિક્વલ બનવાની છે અને અબ્બાસ મસ્તાને સિક્વલની વાર્તા લોક કરી લીધી છે. .

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો :  Animal: એનિમલ ની ટીકા કરવી જાવેદ અખ્તર ને પડી ભારે, સંદીપ રેડ્ડી વાંગા એ આપ્યો તેનો જડબાતોડ જવાબ

 

હમરાઝ ની બનશે સિક્વલ 

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, અબ્બાસ-મસ્તાને નિર્માતા રતન જૈન સાથે મળીને ‘હમરાઝ 2’ની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. જે હમરાઝ ની આગળ ની વાર્તા દર્શાવશે. ફિલ્મ ના નજીક ના સૂત્ર એ મીડિયા ને જણાવ્યું કે, ‘અબ્બાસ-મસ્તાન અને રતન જૈન છેલ્લા બે વર્ષથી ‘હમરાજ’ની સિક્વલ પર વિચાર કરી રહ્યા હતા. ખૂબ વિચાર-વિમર્શ પછી, સર્જનાત્મક ટીમ આખરે એક સ્ક્રિપ્ટ લઈને આવી જે સ્કેલ અને વાર્તાના સંદર્ભમાં મૂળને વટાવી દેવાનું વચન આપે છે. છેલ્લા બે વર્ષોમાં, અબ્બાસ-મસ્તાન અને તેમની ટીમે હમરાજ 2 માટે 100 વિચારોની ચર્ચા કરી, પરંતુ કોઈ વસ્તુ ફાઇનલ ના થઇ જેના પર આગળ ની વાર્તા બનાવી શકાય. વર્ષોની મહેનત બાદ મેકર્સે તેની સ્ટોરી ફાઇનલ કરી છે. લગભગ એક મહિના પહેલા જ આ ઘટના બની હતી. સિક્વલની વાર્તા પણ પહેલા ભાગ કરતા સારી હોવાનું કહેવાય છે. આગામી થોડા મહિનામાં આ વાર્તાને આગળ વધારવામાં આવશે.’


સૂત્રો પાસેથી એવું જાણવા મળ્યું છે કે, હમરાઝ 2 માં બોબી દેઓલ અને અક્ષય ખન્નાને પરત લાવવા માટે ચર્ચા ચાલી રહી છે. પરંતુ સિક્વલ માટે અમિષા પટેલ ને લેવી કે નહીં તે જાહેર થયું નથી.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Jailer 2 Advance Booking Record ૨૨ લાખ ટિકિટો વેચાઈ, કમાણી અધધ આટલા કરોડને પાર બોક્સ ઓફિસ પર તોફાન બનીને આવી રહી છે રજનીકાંતની ‘જેલર ૨’
Arijit Singh Phir Se Grammy અરિજિત સિંહના ગીત ‘ફિર સે’ ની ગ્રેમી એવોર્ડ્સમાં થઈ એન્ટ્રી, વૈશ્વિક મંચ પર ચમકશે ભારતીય સંગીત
KSBKBT 2 Climax ‘ક્યોંકિ સાસ ભી કભી બહૂ થી ૨’ ઓફએર થવાની તૈયારીમાં; તમામ વિવાદોના અંત સાથે પરિવારોના પુનઃમિલનની પટકથા તૈયાર
Udta Teer Second Trailer ‘ઉડતા તીર’ માં ૯૦ના દાયકાનો ખતરનાક વિલન ગુલશન ગ્રોવર કરશે કોમેડી, બીજા ટ્રેલરમાં સામે આવી અનોખી ઝલક
Exit mobile version