બોલિવૂડ એક્ટ્રેસ તાપસી પન્નુ અને ડાયરેક્ટર અનુરાગ કશ્યપ સાથે મોડી રાત સુધી ઈડીની ટીમે પૂછપરછ કરી.
ઈન્કમટેક્સ વિભાગના સૂત્રોનું કહેવું છે કે, ટેક્સ ચોરીના કેસમાં ફેન્ટમ ફિલ્મ્સ સાથે જોડાયેલા લોકો પર ઈન્કમટેક્સ વિભાગની છાપામારી થઈ હતી. જેમાં અનુરાગ કશ્યપ, તાપસી પન્નુના નામ સામેલ છે.
આ સંસ્થાઓ વચ્ચે કેટલીક ઈન્ટર-લિંક્ડ લેવડ-દેવડ છે. કર ચોરીના આરોપની તપાસ અને પુરાવાઓ એકત્ર કરવાની શોધ ચાલી રહી છે.