News Continuous Bureau | Mumbai
Ibrahim ali khan and Palak tiwari: સૈફ અલી ખાન નો પુત્ર ઇબ્રાહિમ અલી ખાન અને શ્વેતા તિવારી ની દીકરી પલક તિવારીના અફેર ના સમાચાર અવારનવાર સામે આવતા રહે છે. પરંતુ બંને એ ક્યારેય પોતાના આ સંબંધ પર ખુલી ને વાત નથી કરી,. હવે ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેર ના સમાચાર વચ્ચે એક વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયોમાં પલક તિવારી અને ઈબ્રાહિમ અલી ખાન એક જ કારમાં જોવા મળ્યા હતા.તેમજ ઇબ્રાહિમ અલી ખાને પોતાનો ચહેરો પણ છુપાવી લીધો હતો.
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી નો વાયરલ વિડીયો
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી ના અફેર ના સમાચાર ની વચ્ચે એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે, ઈબ્રાહિમ અલી ખાન કાર માં બેઠો છે અને મીડિયા ને જોઈને તે પોતાનો ચહેરો છુપાવતો જોવા મળી રહ્યો છે.આ દરમિયાન પલક તિવારી પણ એજ કારમાં ઇબ્રાહિમ અલી ખાન સાથે બેઠેલી જોવા મળી રહી છે. ઈબ્રાહિમ અલી ખાન અને પલક તિવારીના આ વીડિયોએ સોશિયલ મીડિયા પર ધમાકો કર્યો છે.
આ પહેલી વાર નથી કે ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી સાથે જોવા મળ્યા હોય. આ અગાઉ પણ બંને સ્ટારકિડ ઘણીવાર સાથે પાર્ટી કરતા જોવા મળ્યા છે.
આ સમાચાર પણ વાંચો : Vedang raina: ખુશી કપૂર ને ડેટ કરવાની વાત પર વેદાંગ રૈના એ તોડ્યું મૌન, ધ આર્ચીઝ અભિનેતા એ કહી આવી વાત
