News Continuous Bureau | Mumbai
Fighter runtime: રિતિક રોશન અને દીપિકા પાદુકોણ તેમની ફિલ્મ ફાઈટર ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મ માં પહેલીવાર રિતિક રોશન અને દીપિકા પાદુકોણ ની કેમેસ્ટ્રી જોવા મળવાની છે. ફિલ્મ ફાઈટર ના બે ગીત રિલીઝ થઇ ચુક્યા છે તેમજ ફિલ્મ નું ટીઝર પણ રિલીઝ થઇ ગયું છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે સિદ્ધાર્થ આનંદે આ ફિલ્મમાં રિતિક અને દીપિકા વચ્ચેના કેટલાક ખૂબ જ રોમેન્ટિક અને ઇન્ટિમેટ સીન ફિલ્માવ્યા છે. ફિલ્મ ‘ફાઇટર’નું ટ્રેલર પણ લગભગ તૈયાર છે અને તેને ટૂંક સમયમાં રિલીઝ કરવાની યોજના છે.
ફિલ્મ ફાઈટર નો રન ટાઈમ
ફિલ્મ ફાઈટર ને લઈને પહેલા એવા સમાચાર વહેતા થયા હતા કે આ ફિલ્મ નો રન ટાઈમ 3 કલાક 10 મિનિટનો હશે. હવે સિદ્ધાર્થ આનંદે આ વિશે ખુલાસો કર્યો છે તેમને તેમના ટ્વીટર હેન્ડલ પર લખ્યું, ‘#ફાઇટર રન ટાઇમ 3 કલાક 10 મિનિટ એક અફવા છે. વાસ્તવિક રન ટાઈમ 2 કલાક 40 મિનિટ કરતા ઓછો છે.’
#Fighter run time rumours. Real run time is under 2 hours 40 minutes
— Siddharth Anand (@justSidAnand) December 31, 2023
તમને જણાવી દઈએ કે, સિદ્ધાર્થ આનંદ નિર્દેશિત ફિલ્મ ફાઈટર માં રિતિક રોશન, દીપિકા પળોકોન અને અનિલ કપૂર ઉપરાંત કરણ સિંહ ગ્રોવર,અક્ષય ઓબેરોય જોવા મળશે આ ફિલ્મ 25 જાન્યુઆરી, 2024ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
આ સમાચાર પણ વાંચો : Tripti dimri: ફિલ્મ એનિમલ માં ઇન્ટિમેટ સીન કરતી વખતે રણબીર કપૂરે આ રીતે કરી હતી તૃપ્તિ ડીમરી ની મદદ, અભિનેત્રી એ કર્યો ખુલાસો