Site icon News Continuous Bureau | Mumbai

IIFA award 2024: અબુ ધાબી માં યોજાશે 2024 નો આઈફા એવોર્ડ, વર્ષો બાદ બોલિવૂડ ના આ બે દિગજ્જ કલાકારો કરશે કાર્યક્રમ ને એકસાથે હોસ્ટ

IIFA award 2024: આઈફા એવોર્ડ 2024 આ વર્ષે અબુધાબી માં યોજાવાનો છે. જેનું હોસ્ટિંગ બોલિવૂડના આ બે દિગ્ગજ કલાકારો કરવા જઈ રહ્યા છે.

iifa awards 2024 will organized in abu dhabi shah rukh khan and karan johar will host the show

iifa awards 2024 will organized in abu dhabi shah rukh khan and karan johar will host the show

News Continuous Bureau | Mumbai

 IIFA award 2024: આઈફા એવોર્ડ આ વર્ષે અબુધાબી માં યોજવાનો છે. આ આઈફા એવોર્ડ ની 24 મી આવૃત્તિ છે. આ એવોર્ડ શો 27 થી 29 સપ્ટેમ્બર સુધી ત્રણ દિવસ માટે યોજાશે, આ એવોર્ડ ફંક્શન ને બોલિવૂડ ના બે દિગ્ગ્જ કલાકારો શાહરૂખ ખાન અને કરણ જોહર હોસ્ટ કરશે. આ ત્રણ દિવસીય કાર્યક્રમના પ્રથમ દિવસે એટલે કે 27મી સપ્ટેમ્બરે દક્ષિણ ભારતીય ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝની ઉજવણી કરવામાં આવશે. બીજા દિવસે એટલે કે 28મી સપ્ટેમ્બરે આઈફા એવોર્ડ નાઈટ હશે, જ્યારે 29મી સપ્ટેમ્બરે એટલે કે રવિવારની રાત્રિ સંગીતને સમર્પિત હશે. આ કાર્યક્રમમાં બોલિવૂડ સહિત સાઉથ ઈન્ડસ્ટ્રીના ઘણા મોટા કલાકારો ભાગ લેશે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો: Hema malini video: ફેન ના વ્યવહાર થી ગુસ્સે થયેલી હેમા માલિની થઇ ટ્રોલ, ટ્રોલર્સ એ આ અભિનેત્રી સાથે કરી ડ્રિમ ગર્લ ની સરખામણી

આઈફા 2024 ને શાહરુખ અને કરણ જોહર હોસ્ટ કરશે 

શાહરુખ ખાને આઈફા એવોર્ડ 2024 હોસ્ટ કરવા પર પોતાની વાત રાખતા કહ્યું, ‘આઈફા એ ભારતીય સિનેમાનો સેલિબ્રેશન છે જે સમગ્ર વિશ્વમાં ગુંજી ઉઠે છે અને વર્ષોથી તેની સફરનો ભાગ બનવું મારા માટે અદ્ભુત રહ્યું છે. હું ફરી એકવાર IIFAની ઊર્જા, જુસ્સો અને ભવ્યતાને પુનર્જીવિત કરવા આતુર છું, કારણ કે અમે આમ કરવા તૈયાર છીએ.’


આઈફા એવોર્ડ 2024 ના બીજા હોસ્ટ કરણ જોહરે જણાવ્યું કે,  ‘આઈફા બે દાયકાથી વધુ સમયથી મારી સફરનો નિર્ણાયક ભાગ છે. મારા પિતા ભારતીય સિનેમાની ઉજવણીના મિશનમાં યોગદાન આપતા શરૂઆતના વર્ષોમાં આઈફાના સલાહકાર બોર્ડના મહત્વપૂર્ણ સભ્ય હતા. આઈફા સાથે તેમનું જોડાણ અમારા માટે ગર્વની વાત છે. 27-29 સપ્ટેમ્બરે મારા પ્રિય મિત્ર શાહરૂખ ખાન સાથે આ એવોર્ડ શો હોસ્ટ કરવો એ મારા માટે ખૂબ જ ગર્વની વાત છે.’

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Riteish Deshmukh CM Son Tag Riteish Deshmukh CM Son Tag Lock Upp 2 ‘મુખ્યમંત્રીના પુત્ર’ નું ટેગ હટાવવામાં ૨૩ વર્ષ લાગ્યા, ‘લોક અપ ૨’ ના સેટ પર ભાવુક થયા રિતેશ દેશમુખ, કરિયરના સંઘર્ષ પર મોટો ખુલાસો
Dhamaal 4 Advance Booking અજય દેવગનની ‘ધમાલ 4’ ની એડવાન્સ બુકિંગ શરૂ, જાણો રિલીઝ પહેલાં જ ફિલ્મ કેટલા કરોડ કમાઈ ગઈ!
Shailesh Lodha Daughter Wedding શૈલેષ લોઢાની પુત્રીના ભવ્ય લગ્ન, સીએમથી લઈને અનેક VIP સિતારાઓ પહોંચ્યા, પણ ક્યાં ગાયબ રહી ‘તારક મહેતા’ની ટીમ?
Urvashi Dholakia Son Car Accident મુંબઈમાં ભારે વરસાદ વચ્ચે ઉર્વશી ધોળકિયાના પુત્રની કાર પર પડ્યું ઝાડ, મોટી દુર્ઘટના ટળી
Exit mobile version