Ikkis: ઈક્કીસ ની રિલીઝ ડેટ ની થઇ જાહેરાત, જાણો ક્યારે જોઈ શકશો અગસ્ત્ય નંદા ની ફિલ્મ

Ikkis: ઈક્કીસ થી અમિતાભ બચ્ચન નો નાતી અગસ્ત્ય નંદા મોટા પડદે ડેબ્યુ કરી રહ્યો છે આ ફિલ્મ ના ટ્રેલર ને લોકો નો સારો પ્રતિસાદ મળ્યો છે હવે આ ફિલ્મ ની રિલીઝ ડેટ ની જાહેરાત થઇ છે.

by Zalak Parikh
Ikkis Agastya Nanda’s Debut Film to release on Christmas 2025

News Continuous Bureau | Mumbai

Ikkis: અમિતાભ બચ્ચનના નાતી અગસ્ત્ય નંદા  ની ડેબ્યુ ફિલ્મ ‘ઇક્કીસ’   હવે ઓફિશિયલી 25 ડિસેમ્બર 2025ના રોજ રિલીઝ થવાની છે. શ્રીરામ રાઘવન ના દિગ્દર્શનમાં બનેલી આ વોર ડ્રામા ફિલ્મમાં અગસ્ત્ય ભારતના સૌથી યુવાન પરમવીર ચક્ર વિજેતા અરુણ ખેત્રપાલ ની ભૂમિકા ભજવી રહ્યો છે.

આ સમાચાર પણ વાંચો : Akash Ambani and Shloka Mehta: હેલોવીન પાર્ટી માં આકાશ અને શ્લોકા એ લૂંટી લાઈમલાઈટ, સોશિયલ મીડિયા પર વાયરલ થઇ તસવીરો

ક્રિસમસ 2025 પર થશે રિલીઝ 

મેડોક ફિલ્મ્સે તેના ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટર શેર કર્યું છે, જેમાં રિલીઝ તારીખ જાહેર કરવામાં આવી છે. તેમણે લખ્યું છે કે, “આ ફિલ્મ 25 ડિસેમ્બર, 2025 ના રોજ રિલીઝ થવાની છે. અમે ભારતના યુવા પરમવીર ચક્ર હીરોની વાર્તા કહેવા આવી રહ્યા છીએ.” અગાઉ, નિર્માતાઓએ આ વર્ષે જ ફિલ્મની રિલીઝની જાહેરાત કરી હતી, પરંતુ રિલીઝ તારીખની પુષ્ટિ કરવામાં આવી ન હતી.

 

View this post on Instagram

 

A post shared by Maddock Films (@maddockfilms)


‘ઇક્કીસ’ ભારત-પાકિસ્તાન 1971ના યુદ્ધમાં શહીદ થયેલા સેકન્ડ લેફ્ટિનેન્ટ અરુણ ખેત્રપાલની જીવનકથા પર આધારિત છે. ફિલ્મમાં અગસ્ત્ય નંદા સાથે ધર્મેન્દ્ર, જયદીપ અહલાવત અને સિકંદર ખેર પણ મહત્વપૂર્ણ ભૂમિકામાં છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More