Site icon

Ikkis : ‘ઇક્કિસ’ની ઇવેન્ટમાં સૈનિકોનો મેળાવડો, અરુણ ખેત્રપાલને યાદ કરી કાસ્ટ દ્વારા ભાવુક શ્રદ્ધાંજલિ

Ikkis : વોર ડ્રામા ઇક્કિસની કાસ્ટે સૌથી નાની ઉંમરે પરમ વીર ચક્ર મેળવનાર સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલને શ્રદ્ધાંજલિ આપી, અગસ્ત્ય નંદા એ ટૅન્કનું અનાવરણ કર્યું

Ikkis Cast Pays Tribute to Arun Khetarpal, Army Officials Present at the Event

Ikkis Cast Pays Tribute to Arun Khetarpal, Army Officials Present at the Event

News Continuous Bureau | Mumbai

Ikkis : અમિતાભ બચ્ચનના નાતી અગસ્ત્ય નંદા અભિનીત ફિલ્મ ઇક્કિસ ૨૫ ડિસેમ્બર ૨૦૨૫ના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. તે પહેલા, ફિલ્મની આખી કાસ્ટે એક ઇવેન્ટમાં સેકન્ડ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલને શ્રદ્ધાંજલિ આપી. તેઓ સૌથી ઓછી ઉંમરે પરમ વીર ચક્ર મેળવનાર જવાન હતા. ઇક્કિસ લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલની સાચી કહાણી દર્શાવે છે, જે ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધ સમયે માત્ર ૨૧ વર્ષના હતા.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો :  Avatar: Fire And Ash : જેમ્સ કેમરુનની ફિલ્મ ‘અવતાર ૩’ ને મળ્યો જોરદાર પ્રતિસાદ, લોકો એ આપી આવી પ્રતિક્રિયા

ઇવેન્ટમાં ટૅન્કનું અનાવરણ અને આર્મીના જવાનોની હાજરી

લેફ્ટનન્ટ જનરલ ડી.એસ. કુશવાહ અને અન્ય ઇન્ડિયન આર્મી ઑફિસરની હાજરીમાં, ઇક્કિસના મેકર્સે અરુણ ખેત્રપાલ ના ફોટો સાથે તસવીરો પડાવી. અગસ્ત્ય નંદાની સાથે ફિલ્મની કાસ્ટે એક ટૅન્કનું અનાવરણ પણ કર્યું. જયદીપ અહલાવતે કહ્યું કે ઇક્કિસનો ભાગ બનવું મોટી વાત છે અને તેઓ ભારતીય સેનાનું ઘણું સન્માન કરે છે. આ ફિલ્મને શ્રીરામ રાઘવને ડિરેક્ટ કરી છે.


ફિલ્મ માં અગસ્ત્ય નંદા લેફ્ટનન્ટ અરુણ ખેત્રપાલ ની ભૂમિકામાં જોવા મળશે. તેણે ફિલ્મમાં પોતાના સફરને યાદ કરતા કહ્યું કે, મને આશા છે કે જ્યારે તમે આ ફિલ્મ જોશો, ત્યારે તમે અરુણ ખેત્રપાલ પાસેથી કંઈક શીખી શકશો. તે ખૂબ જ બહાદુર, જોશીલા સૈનિક હતા. આ ફિલ્મમાં જયદીપ અહલાવત અને સિમ્મર ભાટિયા પણ મુખ્ય રોલમાં હશે. આ ફિલ્મમાં ધર્મેન્દ્ર પણ મોટા પડદા પર છેલ્લી વાર જોવા મળશે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Kalki 2898 AD: પ્રભાસ કે બિગ બી નહીં, પણ આ દિગ્ગજ એક્ટરે લીધી સૌથી વધુ ફી! ‘કલ્કિ’ માટે કમલ હાસને વસૂલી અધધ રકમ; આંકડો જાણીને ચોંકી જશો
Shakira India Tour 2026: શકીરાના ઈન્ડિયા ટૂર પર લાગશે ‘પંજાબી તડકો’! દિલજીત દોસાંઝ સાથે ગ્લોબલ પોપ સ્ટાર મચાવશે ધૂમ; મુંબઈમાં વધુ એક શોની જાહેરાત
Dhurandhar 2 OTT Release:’ધુરંધર 2′ ની OTT રિલીઝ ડેટ પરથી ઉઠ્યો પડદો! આ પ્લેટફોર્મે કરોડોમાં ખરીદ્યા રાઈટ્સ; જાણો ક્યારે અને ક્યાં જોઈ શકાશે રણવીર સિંહની એક્શન
Falguni Pathak Sukhbir Dance: એકસાથે ઝૂમ્યા!’દાંડિયા ક્વીન’ અને ‘ભાંગડા કિંગ’, જેઠાલાલની આઈકોનિક ટ્યુન પર ફાલ્ગુની પાઠક-સુખબીરનો ડાન્સ વીડિયો વાયરલ
Exit mobile version