શું લગ્ન વિના જ માતા બનવા જઈ રહી છે ઇલિયાના ડીક્રુઝ?ચાહકોએ પૂછ્યું પિતા કોણ છે?

ઇલિયાના ડીક્રુઝે હાલમાં જ તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર એક પોસ્ટ શેર કરીને ચાહકોને સારા સમાચાર આપ્યા છે. જણાવી દઈએ કે અભિનેત્રી જલ્દી જ માતા બનવા જઈ રહી છે.

by Zalak Parikh
ileana dcruz is pregnant without marriage actress shares good news on social media

News Continuous Bureau | Mumbai

ઇલિયાના ડીક્રુઝ બોલિવૂડમાં ઘણી ફિલ્મોમાં જોવા મળી છે, ઇલિયાના ડીક્રુઝે અજય દેવગનથી લઇને રણબીર કપૂર સાથે કામ કર્યું છે. આ દરમિયાન અભિનેત્રીએ એક ધમાકેદાર સમાચાર આપીને બધાના હોશ ઉડાવી દીધા છે. વાસ્તવમાં ઇલિયાના ડીક્રુઝ તેના અંગત જીવનને કારણે ચર્ચામાં આવી છે. તે માતા બનવા જઈ રહી છે, જેની જાણકારી તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને આપી છે. અભિનેત્રીએ તેના ચાહકો સાથે એક સારા સમાચાર શેર કર્યા છે. આ સમાચાર આવ્યા બાદ તેના ચાહકો તેને સતત અભિનંદન આપી રહ્યા છે.

 

 ઇલિયાના ડીક્રુઝ માતા બનવા જઈ રહી છે

ઇલિયાના ડિક્રુઝે ઇન્સ્ટાગ્રામ પર કેટલીક તસવીરો શેર કરી હતી. પહેલી તસ્વીર માં એક  ટી-શર્ટ જોવા મળે છે, જેમાં લખ્યું છે, “ધ એડવેન્ચર બિગીન્સ.” બીજી બાજુ, બીજા ફોટામાં એક પેન્ડન્ટ દેખાય છે, જેમાં “મામા” લખેલું છે. આ પોસ્ટના કેપ્શનમાં ઇલિયાનાએ લખ્યું છે કે, “બહુ જલ્દી. નાના પ્રિયતમને મળવા માટે રાહ નથી જોઈ શકતી.” આ સારા સમાચાર શેર કર્યા પછી, ઇલિયાના ડીક્રુઝનું સોશિયલ મીડિયા ટિપ્પણીઓથી છલકાઇ રહ્યું છે અને તેને અભિનંદન આપતી વખતે, ઘણા લોકો પૂછી રહ્યા છે કે આ બાળકનો પિતા કોણ છે?, કારણ કે અભિનેત્રીએ તેના લગ્ન કે તેના અફેર કે તેના પ્રેમ વિશે કોઈ માહિતી આપી નથી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇલિયાના ડીક્રુઝ ઓસ્ટ્રેલિયન ફોટોગ્રાફર એન્ડ્ર્યુ નીબોન સાથે રિલેશનશિપમાં હતી, જોકે વર્ષ 2019માં બંનેનું બ્રેકઅપ થઈ ગયું હતું.

 

View this post on Instagram

 

A post shared by Ileana D’Cruz (@ileana_official)

Headline – 2 કેટરીનાના ભાઈને ડેટ કરી રહી હોવાની છે ચર્ચા 

આ પછી એવી પણ ચર્ચા હતી કે ઇલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. જોકે, બંને તરફથી ક્યારેય રિલેશનશિપમાં હોવા અંગે કંઈ કહેવામાં આવ્યું ન હતું. હવે અભિનેત્રીએ આ સારા સમાચાર શેર કર્યા છે, જેનાથી લોકો મૂંઝવણમાં છે.

Join Our WhatsApp Community

You may also like