News Continuous Bureau | Mumbai
આ દિવસોમાં ઇલિયાના ડીક્રુઝ ફિલ્મોથી દૂર તેની પ્રેગ્નન્સી નો સમય માણી રહી છે. હા, અભિનેત્રી છેલ્લા ઘણા સમયથી તેની પ્રેગ્નન્સીને કારણે ચર્ચામાં છે. વાસ્તવમાં, અભિનેત્રીએ હજી લગ્ન કર્યા નથી અને તે ગર્ભવતી છે, જેના કારણે ચાહકોના મનમાં સવાલો ઉઠી રહ્યા છે કે આ બાળકનો પિતા કોણ છે? આ સવાલો વચ્ચે, ઇલિયાનાએ તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી તેની કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના બેબી બમ્પને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.
ઇલિયાના એ ફ્લોન્ટ કર્યો બેબી બમ્પ
ઇલિયાના એ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી કેટલીક તસવીરો શેર કરી છે, જેમાં તે તેના પાલતુ કૂતરા સાથે બેડ પર આરામ કરતી જોવા મળી રહી છે. ફોટોમાં, તે કોફીની ચૂસકી લેતી વખતે ગાઉન પહેરેલી જોવા મળે છે. આ તસવીરોમાં ઇલિયાનાનો બેબી બમ્પ પણ જોવા મળી રહ્યો છે. આ તસવીરો શેર કરતાં ઇલિયાનાએ કેપ્શનમાં લખ્યું, ‘હાલની જિંદગી…’ અગાઉ, ઇલિયાનાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી બે તસવીરો શેર કરીને ચાહકોને તેની ગર્ભાવસ્થાના સમાચાર આપ્યા હતા.. આ તસવીરો શેર કરતી વખતે કોમેન્ટ બોક્સમાં પ્રશ્નોની લાઇન લાગી હતી. ચાહકો એ જાણીને હેરાન થઈ ગયા કે શું ઈલિયાના એ લગ્ન કર્યા છે અને તે કોનું બાળક છે?
શું કેટરીના ના ભાઈ ને ડેટ કરતી હતી ઇલિયાના
તમને જણાવી દઈએ કે ઘણા સમયથી એવા અહેવાલો હતા કે ઈલિયાના કેટરીના કૈફના ભાઈ સેબેસ્ટિયન લોરેન્ટ મિશેલને ડેટ કરી રહી છે. બંને કેટરિના અને વિકી સાથે માલદીવમાં રજાઓ માણતા પણ જોવા મળ્યા હતા. જો કે, બંનેએ ક્યારેય તેમના સંબંધોને સત્તાવાર સમર્થન આપ્યું નથી.