News Continuous Bureau | Mumbai
તાજેતરમાં રિલીઝ થયેલી ‘ધ કાશ્મીર ફાઈલ્સ’(The Kashmir Files) ફિલ્મ સિનેમાઘરોમાં ખૂબ ધૂમ મચાવી રહી છે. લોકો આ ફિલ્મને ઘણી પસંદ કરી રહ્યા છે. આ જ કારણ છે કે આ ફિલ્મ દરરોજ કમાણીના નવા રેકોર્ડ બનાવી રહી છે. ત્યારે હવે રેટિંગ માટેની સાઈટ આઈએમડીબી(IMDb) પર અચાનક જ આ ફિલ્મના રેટિંગમાં ઘટાડો થયો છે. જેને લઈને ફિલ્મના ડાયરેકટર વિવેક અગ્નિહોત્રી(Vivek Agnihotri) એ સવાલો ઉભા કર્યા છે.
ફિલ્મો અને વેબ સિરિઝ પર દર્શકોના રિવ્યૂ માટે આઇએમડીબી(IMDb) સાઈટ બહુ લોકપ્રિય છે. શરૂઆતના તબક્કે ધ કાશ્મીર ફાઇલ્સને તેના પર 10માંથી 9. 9 રેટિંગ મળ્યું હતું. જોકે હવે રેટિંગ સિસ્ટમમાં આઇએમડીબી એ બદલાવ કરી નાંખ્યો છે અને તેના કારણે ધ કાશ્મીર ફાઈલ્સ(The Kashmir Files) નુ રેટિંગ હેવ 8.3 થઈ ગયું છે. બે લાખ માંથી 94 ટકા લોકોએ ફિલ્મને 10માંથી 10 અને ચાર ટકા લોકોએ એક ટકા રેટિંગ આપ્યું છે.
મીડિયા રિપોર્ટ્સ મુજબ વેબસાઈટ પર કહેવાયુ છે કે, જ્યારે અસાધારણ હલચલ જોવા મળે તો સિસ્ટમની વિશ્વનિયતા ટકાવી રાખવા માટે રેટિંગનો બીજો માપદંડ લાગુ કરાય છે. જોકે અમે રેટિંગ મિકેનિઝમની પ્રક્રિયાનો ખુલાસો કરતા નથી.
દિગ્દર્શક વિવેક અગ્નિહોત્રી ફિલ્મને મળી રહેલા જબરજસ્ત પ્રતિસાદથી ખૂબ જ ઉત્સાહિત છે, પરંતુ IMDb પર રેટિંગ ઘટ્યા બાદ તેમણે નારાજગી વ્યક્ત કરી છે. રેટિંગ સાઇટ પર સવાલ ઉઠાવતા તેમણે કહ્યું કે આ અસામાન્ય અને અનૈતિક છે. સાઇટે જાતે જ રેટિંગ ઘટાડી દીધુ છે.