News Continuous Bureau | Mumbai
Imtiaz ali: વર્ષ 2007 માં રિલઝિ થયેલી શાહિદ કપૂર અને કરીના કપૂર સ્ટારર ફિલ્મ જબ વી મેટ સુપરહિટ સાબિત થઇ હતી. આ ફિલ્મ નું નિર્દેશન ઈમ્તિયાઝ અલી એ કર્યું હતુંઈમ્તિયાઝ અલી ની ફિલ્મ ચમકીલા ઓટિટિ પર રિલીઝ થવા જઈ રહી છે. તાજેતરના એક ઈન્ટરવ્યુમાં ઈમ્તિયાઝે ‘જબ વી મેટ’ની સિક્વલની શક્યતાઓ વિશે જણાવ્યું હતું. તેણે એ પણ શેર કર્યું કે જો ફિલ્મ ફરીથી બને તો તે કયા બે કલાકારોને કાસ્ટ કરવા માંગશે.
આ સમાચાર પણ વાંચો : Gauahar khan: રમઝાન પર ગૌહર ખાને બતાવ્યો પોતાના પુત્રનો ચહેરો, જેહાન ની ક્યુટનેસ પર લોકો થયા ફિદા, જુઓ વિડિયો
ઈમ્તિયાઝ અલી એ આપ્યું જબ વી મેટ ની સિક્વલ નું અપડેટ
ઈમ્તિયાઝ અલી એ એક મીડિયા હાઉસ ને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું કે, ‘હું જબ વી મેટની સિક્વલ બનાવવાનું પસંદ નહીં કરું, કારણ કે મને લાગે છે કે આ એક સંપૂર્ણ ફિલ્મ છે. મેં ક્યારેય સિક્વલ બનાવવાનું વિચાર્યું નથી.’ જયારે ઈમ્તિયાઝ અલીને એક સવાલ પૂછવામાં આવ્યો કે જો તે ફિલ્મ બનાવી રહ્યો હશે તો તે કોને કાસ્ટ કરશે? જવાબમાં ઈમ્તિયાએ કહ્યું- ‘ જો ફિલ્મ ફરીવાર બનશે તો તે દિલજીત અને પરિણીતી ચોપરાને કાસ્ટ કરવા ઈચ્છશે’.