Heer Ranjha: પહેલી ફિલ્મ જ હતી બ્લોકબસ્ટર, હવે ઈમ્તિયાઝ અલીની ‘હીર રાંઝા’માં મચાવશે ધૂમ; આ હેન્ડસમ એક્ટર સાથે જામશે નવી જોડી.

Heer Ranjha: ‘લેલા મજનૂ’ ફ્રેન્ચાઈઝીના બીજા પ્રકરણ તરીકે ‘હીર રાંઝા’ ની તૈયારી, સારા અર્જુન અને રોહિત સરાફની જોડી જમાવશે રંગ.

by Zalak Parikh
Imtiaz Ali’s ‘Heer Ranjha’: Sara Arjun and Rohit Saraf Likely to Play Leads in Laila Majnu’s Second Chapter

News Continuous Bureau | Mumbai

Heer Ranjha:  વેલેન્ટાઈન ડે ૨૦૨૬ ના ખાસ અવસર પર ઈમ્તિયાઝ અલી અને સાજિદ અલીએ તેમની આગામી ફિલ્મ ‘હીર રાંઝા’ ની જાહેરાત કરી હતી. આ ફિલ્મની જાહેરાત બાદથી જ તેના કલાકારોને લઈને ચાહકોમાં ભારે ઉત્તેજના જોવા મળી રહી છે. આ ફિલ્મને ‘લેલા મજનૂ’ ફ્રેન્ચાઈઝીનું બીજું ચેપ્ટર માનવામાં આવી રહ્યું છે. એકતા કપૂર આ પ્રોજેક્ટને પ્રોડ્યુસકરી રહી છે, જે ફરી એકવાર એપિક લવ સ્ટોરીને મોટા પડદા પર લાવવા માટે તૈયાર છે.

આ સમાચાર પણ વાંચો : Rashmika Vijay Hyderabad Reception: રશ્મિકા મંદાના અને વિજય દેવરકોંડાનું હૈદરાબાદમાં ભવ્ય રિસેપ્શન; ભીડને રોકવા માટે કપલે કર્યો આવો નિર્ણય, સુરક્ષા વ્યવસ્થા કરાઈ સખત

કોણ હશે ફિલ્મની ‘હીર’?

ફિલ્મમાં ફીમેલ લીડ  તરીકે ‘ધુરંધર’ ફેમ સારા અર્જુનનું નામ સૌથી મોખરે છે. રિપોર્ટ્સ મુજબ, મેકર્સ એક એવા ચહેરાની શોધમાં હતા જે ફ્રેશ હોય અને સારા આ રોલ માટે એકદમ ફિટ બેસે છે. ૨૦૨૫ માં રિલીઝ થયેલી આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’ થી સારાએ રાતોરાત લોકપ્રિયતા મેળવી હતી અને તેને અત્યારે ઈન્ડસ્ટ્રીની સૌથી ટેલેન્ટેડ ઉભરતી અભિનેત્રી માનવામાં આવે છે. સારા અર્જુન હવે ઈમ્તિયાઝ અલીના સિનેમેટિક વિઝનમાં ‘હીર’ તરીકે જાદુ પાથરતી જોવા મળી શકે છે.

 

View this post on Instagram

 

A post shared by Daily Trends Feed (@dailytrendsfeed)


 બીજી તરફ, ‘રાંઝા’ ના રોલ માટે અભિનેતા રોહિત સરાફનું નામ જોરશોરથી ચર્ચાઈ રહ્યું છે. જોકે મેકર્સ તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી, પરંતુ જો રોહિત અને સારાની જોડી બને છે, તો તે મોટા પડદા પર રોમાન્સ કરતા જોવું પ્રેક્ષકો માટે ખૂબ જ રસપ્રદ રહેશે. રોહિત સરાફ તેની ચોકલેટી બોય ઈમેજ અને નેચરલ એક્ટિંગ (Acting) માટે જાણીતો છે, જે ઈમ્તિયાઝ અલીની ફિલ્મોના પાત્રો સાથે મેળ ખાય છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More