News Continuous Bureau | Mumbai
Animal: એનિમલ ફિલ્મનો જલવો સતત જોવા મળી રહ્યો છે. આ ફિલ્મે 8 દિવસમાં કરોડો રુપિયાની કમાણી ( Earnings ) કરી લીધી છે. ફિલ્મે રિલીઝના આઠમાં દિવસે જ 23 કરોડની કમાણી કરી લીધી છે. એનિમલ એ તેની રિલીઝના બીજા શુક્રવારે લગભગ 23 કરોડ રૂપિયાની કમાણી કરી છે, જેમાં તમામ ભાષાના વર્ઝનનો સમાવેશ થાય છે. જે આઠ દિવસ બાદ મોટો આંકડો કહી શકાય છે એ પણ વીકેન્ડ પહેલાના વારમાં જો કે, શનિ અને રવિવારમાં ફિલ્મ વધુ કમાણી કરશે.
ફિલ્મે પ્રથમ સપ્તાહમાં શાનદાર પ્રદર્શન કરીને કુલ રૂ. 337.58 કરોડની કમાણી કરી હતી. એકલા હિન્દીમાં જ આ ફિલ્મ પહેલા અઠવાડિયામાં 300.81 કરોડની કમાણી કરવામાં સફળ રહી હતી. ફિલ્મનું વર્લ્ડવાઈડ કલેક્શન ( Worldwide Collection ) 500 કરોડને પાર કરી ગયું છે.
એનિમલના આંકડાએ હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ( Hindi film industry ) હલચલ મચાવી દીધી છે. આ વર્ષે રિલીઝ થયેલી તમામ ફિલ્મોમાં આ ફિલ્મ રિલીઝના આઠમા દિવસે સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે. આ સાથે ફિલ્મ એનિમલ બીજા સપ્તાહમાં પણ પોતાનો કમાણીનો ટેમ્પો જારી રાખે તેવી શક્યતાઓ છે. રિલીઝના આઠમા દિવસે ફિલ્મની કમાણી ટાઈગર 3ની રિલીઝના આઠમા દિવસે થયેલી કમાણી કરતા બમણી છે. રણબીર કપૂરની ( Ranbir Kapoor ) ફિલ્મ શાહરૂખ ખાનની જવાન, પઠાણ અને ગદર 2ને બીજા સપ્તાહમાં પાછળ છોડી દે તેવી શક્યતા છે.
આ સમાચાર પણ વાંચો : Tata Group: ટાટા આસામમાં સેમીકન્ડક્ટર પ્લાન્ટ સ્થાપશે, જાણો કેટલું કરી શકે છે રોકાણ
રીલીઝના બીજા વીકએન્ડમાં શનિવાર અને રવિવારે વધુ સારી કમાણી કરશે તેવી અપેક્ષા છે અને અનુમાન છે કે આ ફિલ્મ બીજા સપ્તાહમાં લગભગ 150 કરોડ રૂપિયાની કમાણી કરી શકે છે. જો આવું થાય તો આ ફિલ્મ જવાનની બીજા સપ્તાહની કમાણીથી આગળ નીકળી શકે છે. હાલમાં, ઘરેલુ બોક્સ ઓફિસ પર હિન્દી ફિલ્મની ( Hindi film ) સૌથી વધુ કમાણીનો રેકોર્ડ ફિલ્મ જવાનના નામે છે, જેણે આઠ અઠવાડિયા થિયેટરોમાં રહીને લગભગ રૂ. 640.25 કરોડની કમાણી કરી હતી.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.