Site icon

Jawan: ફિલ્મ જવાન માં આ ભૂમિકા ભજવવા માંગતી હતી રિદ્ધિ ડોગરા,અભિનેત્રીએ કર્યો ખુલાસો

Jawan:રિદ્ધિને શાહરુખ ખાન ની ફિલ્મ 'જવાન' માં તેના શાનદાર અભિનય માટે દર્શકો તરફથી પ્રશંસા મળી રહી છે. હવે તાજેતરમાં અભિનેત્રીએ ફિલ્મ વિશે ખુલાસો કર્યો કે તે ફિલ્મમાં નયનતારા એ ભજવેલી ભૂમિકા ભજવવા માંગતી હતી.

in film jawan riddhi dora wish to do nayanthara role

in film jawan riddhi dora wish to do nayanthara role

News Continuous Bureau | Mumbai

Jawan:શાહરૂખ ખાન, નયનથારા અને વિજય સેતુપતિ અભિનીત ફિલ્મ જવાન, બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી રહી છે. રિદ્ધિ ડોગરા,સહિત શાહરુખ ખાન ની ગર્લગેન્ગ પણ હાલમાં જવાનની સફળતાનો આનંદ માણી રહી છે. તાજેતરમાં રિદ્ધિએ ખુલાસો કર્યો હતો કે સેટ પર રહેતા તે નયનતારા દ્વારા ભજવવામાં આવેલ મુખ્ય પાત્ર ભજવવા માંગતી હતી. ફિલ્મમાં નયનતારાએ સ્પેશિયલ એજન્ટ અને શાહરૂખ ખાનની ગર્લફ્રેન્ડ નર્મદા રાયની ભૂમિકા ભજવી હતી.

Join Our WhatsApp Community

 

હું દરેક ભૂમિકા સારી રીતે કરી શકું છું-રિદ્ધિ ડોગરા 

અભિનેત્રી રિદ્ધિ ડોગરાએ જવાન ફિલ્મમાં શાહરૂખ ખાનની માતાનો રોલ કર્યો હતો. હવે એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેણીને એવી ભૂમિકા વિશે પૂછવામાં આવ્યું જેમાં તેણીને લાગ્યું કે તેણી વધુ સારી રીતે અભિનય કરી શકી હોત. રિદ્ધિએ કહ્યું, “દરેક પાત્ર, દરેક ભૂમિકા હું વધુ સારી રીતે કરી શકું છું. હું તમને આ વચન આપું છું, કારણ કે હું દિગ્દર્શકની અભિનેત્રી છું. હું મારા પાત્રોનો અભ્યાસ કરું છું અને એવું કંઈ નથી જે હું નથી કરી શકતી  હું કંઈ પણ કરી શકું છું. મને ખબર નથી કે હું તે વધુ સારી રીતે કરી શકીશ કે કેમ, મારો મતલબ એ છે કે હું તે વધુ સારી રીતે કરી શકું તેમ કહેવું મારા માટે ઘમંડી હશે.”

આ સમાચાર પણ વાંચો : Nayanthara: સાઉથ ની લેડી સુપરસ્ટાર બનતા પહેલા આ કામ કરતી હતી નયનતારા, અભિનેત્રી ને જુના વિડીયો માં ઓળખવી થઈ મુશ્કેલ

રિદ્ધિ ડોગરા એ નયનતારા ના રોલ વિશે કહી વાત 

જવાનમાં તેના રોલ વિશે બોલતા રિદ્ધિ એ કહ્યું કે, હું તમારા જેવી જ છું, તમે જાણો છો, હું સેટ પર હતી, તેથી હું સતત વિચારતી હતી કે, ‘કાશ હું નયનતારાની જગ્યાએ હોત. એવું નથી કે મેં વિચાર્યું કે હું તે વધુ સારી રીતે કરી શકું છું, પરંતુ હું વિચારી રહી હતી કે ‘હું ઈચ્છું છું’. રિદ્ધિ ડોગરા તેની નાની ભૂમિકા હોવા છતાં ફિલ્મનો ભાગ બનીને ખુશ છે. તેણે કહ્યું કે તે ફિલ્મની સફળતાથી ખૂબ જ ખુશ છે. તેણે એ પણ જણાવ્યું કે તેના પાત્ર કાવેરી અમ્માને દર્શકોનો ઘણો પ્રેમ મળ્યો. આ સૌથી લોકપ્રિય અને યાદગાર પાત્રોમાંનું એક છે.

Gangster Ravi Pujari: ગેંગસ્ટર રવિ પૂજારીની મુંબઈ ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ: રેમો ડિસોઝાને ધમકાવી ₹50 લાખની ખંડણી માંગવાનો આરોપ; જાણો શું છે સમગ્ર વિવાદ.
Tu Ya Main Trailer Out: શનાયા કપૂર અને આદર્શ ગૌરવની ફિલ્મનું ટ્રેલર લોન્ચ; મગરમચ્છના ટ્વિસ્ટ સાથે ૧૩ ફેબ્રુઆરીએ રિલીઝ થશે મૂવી
Dhurandhar 2: શું ‘ધુરંધર 2’ માં થશે વિકી કૌશલની એન્ટ્રી? જાણો વાયરલ થઈ રહેલા સમાચારનું સત્ય; મેકર્સના આ ખુલાસાથી ફેન્સમાં મચ્યો ખળભળાટ
Kareena-Saif at Jeh’s Annual Function: કરીના કપૂરે પુત્ર જેહના પરફોર્મન્સ પર આપી ફ્લાઈંગ કિસ; સોશિયલ મીડિયા પર વાયરલ થયો પટૌડી પરિવારનો ક્યુટ વીડિયો
Exit mobile version