ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૯ એપ્રિલ 2021
સોમવાર
બોલીવુડ અભિનેતા ગોવિંદાની ભાણી અને ‘બીગ બોસ ૧૩’ ફેમ આરતી સિંહ આ દિવસોમાં પોતાના બોલ્ડ લુકના કારણે ચર્ચા માં છે. આરતી સિંહ અવાર નવાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર પોતાની તસ્વીરો શેર કરતી રહે છે.
આરતી સિંહે મોનોકની લુક બાદ માત્ર ચાદર લપેટીને બીચ કિનારે ફોટોશૂટ કરાવ્યું છે. અભિનેત્રી કેમેરાની સામે અલગ-અલગ અંદાજમાં પોઝ આપી રહી છે.
ખુલ્લા વાળની સાથે આરતીનો આ લુક ચાહકોને ખૂબ જ પસંદ આવી રહ્યો છે, તે દરમિયાન તે દરિયાની લહેરોનો આનંદ લેતી જોવા મળી રહી છે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ આરતી ટોપલેસ ફોટા પણ ચર્ચામાં રહી હતી.
લોહીની અછત દૂર કરવા રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ આગળ આવ્યું. કાંદિવલીમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ.
વર્કફ્રંટની વાત કરીએ તો આરતી સિંહે 2007 માં ટીવી શો ‘માયકા’ થી ડેબ્યુ કર્યું હતું. ત્યાર બાદ તે ‘ગૃહસ્થી’, ‘થોડા હૈ બસ થોડે કરી જરૂરત હૈ’, ‘પરિચય-નઈ જિંદગી કે સપનો કા’, ‘ઉતરન’, ‘યે હૈ મોહબ્બતે’ અને ‘વારીસ’ જેવી ટીવી સીરીયલમાં જોવા મળી હતી.