ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો,
મુંબઈ
26 જાન્યુઆરી 2021
બોલિવૂડની સુંદર અભિનેત્રી કરીના કપૂર ખાન સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે. સૈફ-કરીના ટૂંક સમયમાં જ બીજી વખત માતા-પિતા બનવાના છે. આજકાલ તે તેની પ્રેગ્નેન્સી અંગે ચર્ચામાં રહે છે.
આ દરમિયાન તેનું બેબી બમ્પ નજર આવી રહ્યું છે. કરીનાએ પ્રેગ્નેન્સી દરમિયાન પણ કામ ચાલુ જ રાખ્યું છે. ખબર છે કે, ગત દિવસોમાં તેણે તેની ફિલ્મ લાલ સિંહ ચડ્ડાનું શૂટિંગ પૂર્ણ કર્યું છે.
ગઈકાલે (સોમવારે) કરીના કપૂરે ફેન્સને મોટિવેશન આપતી તસવીરો પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરી હતી.
આ તસવીરોમાં ગર્ભવતી કરીના કપૂર યોગ કરતી જોવા મળે છે. કરીનાએ તેના બેબી બમ્પને ફ્લોન્ટ કર્યું હતું. તેની આ તસવીરો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઇ રહ્યા છે.
ઉલ્લેખનીય છે કે કરીના છેલ્લે અક્ષય કુમાર, કિયારા અડવાણીઅને દિલજીત દોસાંજની સાથે 'ગૂડ ન્યૂઝ' ફિલ્મમાં નજર આવી હતી. હવે તે આમિર ખાનની સાથે તેની અપકમિંગ ફિલ્મ 'લાલ સિંહ ચડ્ડા'માં નજર આવશે.
હાલ કરીના તેના પરિવાર સાથે સમય વિતાવી રહી છે.