News Continuous Bureau | Mumbai
Bollywood: આ વર્ષે બોલિવૂડ માટે વર્ષ ઘણું સારું રહ્યું છે. બોલિવૂડની ફિલ્મોમાં ( Bollywood movies ) સૌથી વધુ સર્ચ થનારી ફિલ્મ જવાન છે ત્યાર બાદ ગદર ટૂ ( gadar 2 ) ફિલ્મ છે. લોકોએ આ બે ફિલ્મોને સૌથી વધુ પ્રેમ આપ્યો છે અને તગડું કલેક્શન બોક્સ ઓફિસ ( box office ) પર મેળવ્યું છે.
આજે ગૂગલે ( Google ) પોતાનું સર્ચ લિસ્ટ ( Search list ) જાહેર કર્યું છે, જે મુજબ કિંગ ખાન શાહરૂખ ખાન પોતાનું શાસન જાળવી રાખવામાં સફળ રહ્યો છે. જેમાં આ ફિલ્મો વધુ સર્ચ થઈ છે.
વાત કરીએ ફિલ્મ ‘જવાન’ની જે નંબર વન પર આવી હતી. શાહરૂખ ખાન અને નયનથારા અભિનીત આ ફિલ્મને માત્ર ભારતમાં જ નહીં પરંતુ ભારતની બહાર પણ ખૂબ પસંદ કરવામાં આવી છે. દેશભક્તિ પર આધારિત આ ફિલ્મમાં શાહરૂખ દેશના સળગતા મુદ્દાઓને ઉઠાવતો જોવા મળ્યો હતો. આ ફિલ્મમાં દીપિકા પાદુકોણ પણ ગેસ્ટ રોલમાં હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. શાહરૂખની ફિલ્મ ‘જવાન’ ગૂગલ સર્ચ લિસ્ટમાં નંબર વન પર છે તો ગદર પણ પાછળ નથી.
2001માં રિલીઝ થયેલી ‘ગદર એક પ્રેમ કથા’ની સિક્વલ છે ગદર ટૂ. આ ફિલ્મોની ગણતરી તેમના સમયની સુપર-ડુપર ફિલ્મોમાં થશે. ગદર 2 આ વર્ષની સૌથી હિટ ફિલ્મોમાંની એક રહી છે. ગદર 2 એ માત્ર સની દેઓલની ડૂબતી કારકિર્દીને જ નવી ઊંચાઈઓ આપી નથી, પરંતુ અમીષા પટેલની કારકિર્દીમાં પણ પ્રાણ ફૂંક્યા છે.
આ સમાચાર પણ વાંચો : Winter Session 2023: શિંદે સરકારનો મોટો નિર્ણય.. હવે રેપ અને એસિડ એટેક પીડિતોને મનોધૈર્ય યોજના હેઠળ આટલા લાખ રુપિયાનું એલાન..
ઓપેનહાઇમરના દિગ્દર્શક ક્રિસ્ટોફર નોલાનની આ શ્રેષ્ઠ ફિલ્મોમાંથી એક છે અને આ ફિલ્મ ગૂગલ સર્ચ લિસ્ટમાં ત્રીજા નંબર પર છે. ઓપનહાયમર વિશ્વભરમાં આ વર્ષની સૌથી મોટી હિટ ફિલ્મોમાંની એક છે. આ ફિલ્મ ભૌતિકશાસ્ત્રી જે. રોબર્ટ ઓપેનહેઇમર પર આધારિત, જેમણે અમેરિકા માટે અણુ બોમ્બ બનાવ્યો.
ડિસેમ્બર મહિનો માત્ર વર્ષનો છેલ્લો મહિનો નથી, પરંતુ બોલીવુડ માટે તેનો રેકોર્ડ કાર્ડ તપાસવાનો મહિનો પણ છે. જ્યાં ડીસેમ્બરમાં હજૂ એનિમલ બાદ સાલાર પણ બાકી છે.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.