News Continuous Bureau | Mumbai
નવાઝુદ્દીન સિદ્દીકીને (Nawazuddin Siddiqui) આજે કોઈ ઓળખ ની જરૂર નથી. તે બોલિવૂડ ના શ્રેષ્ઠ કલાકારોમાંનો એક છે. તેણે ઘણી યાદગાર ફિલ્મોમાં કામ કર્યું છે. તેમની કારકિર્દીની શરૂઆતમાં, તેમણે ફિલ્મોમાં નાની ભૂમિકાઓ ભજવી હતી. આજે તેમની ફિલ્મોને લઈને દર્શકોમાં ખાસ ઉત્સુકતા છે. હવે નવાઝુદ્દીન સિદ્દીકીને સિનેમામાં તેમના યોગદાન માટે સન્માનિત કરવામાં આવ્યા છે. નવાઝુદ્દીન સિદ્દીકીને પ્રતિષ્ઠિત 'ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટિવલ'માં (French riviera film festival)એમી એવોર્ડ વિજેતા અમેરિકન અભિનેતા વિન્સેન્ટ ડી પોલ દ્વારા એવોર્ડ આપવામાં આવ્યો હતો.આ એવોર્ડ સિનેમામાં તેમના યોગદાન માટે આપવામાં આવ્યો છે. તે ભારત (India)માટે ગર્વની (proud) વાત છે. જો કે, આ પહેલીવાર નથી જ્યારે તેને કોઈ આંતરરાષ્ટ્રીય પુરસ્કારથી (International award) સન્માનિત કરવામાં આવ્યો હોય, અગાઉ પણ ઘણી વખત તેનું સન્માન કરવામાં આવ્યું છે.
નવાઝુદ્દીન સિદ્દીકીને અગાઉ 'કાન્સ ફિલ્મ ફેસ્ટિવલ'માં(Cannes film festival) દેશમાંથી એવોર્ડ મેળવવા માટે પસંદ કરવામાં આવ્યો હતો. તે ફિલ્મ ઈન્ડસ્ટ્રીના લોકપ્રિય સ્ટાર્સમાંના એક છે, જેમણે 'ફ્રેન્ચ રિવેરા ફિલ્મ ફેસ્ટિવલ'માં (french riviera film festival)હાજરી આપી હતી અને દુનિયાભરના કલાકારો સાથે વાતચીત કરતા જોવા મળ્યા હતા.નવાઝુદ્દીન સિદ્દીકી એવોર્ડ ફંક્શન દરમિયાન નિગેલ ડેલી, જારોસ્લાવ માર્ઝેવસ્કી, વિન્સેન્ટ ડી પોલ, કેન્સલ એલ્સિન જેવા પ્રખ્યાત સ્ટાર્સ સાથે ક્વોલિટી ટાઈમ વિતાવતો જોવા મળ્યો હતો.
આ સમાચાર પણ વાંચો : બીજી વખત દુલ્હન બનશે બોલિવૂડ ની ડ્રામા ક્વીન, ગુપ્ત રીતે કરી તેના નવા બોયફ્રેન્ડ સાથે સગાઈ!
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો, નવાઝુદ્દીન z(Nawazuddin Siddiqui) પાસે અત્યારે ઘણી બધી રસપ્રદ ફિલ્મો છે, જેમાં 'ટીકુ વેડ્સ શેરુ' અને 'નૂરાની ચેહરા' અને 'અદભૂત' જેવા પ્રોજેક્ટનો સમાવેશ થાય છે.