News Continuous Bureau | Mumbai
આ વર્ષે ભારતમાં ‘મિસ વર્લ્ડ પેજન્ટ’નું આયોજન કરવામાં આવી રહ્યું છે. દિલ્હીમાં આયોજિત પ્રેસ કોન્ફરન્સના સંદર્ભમાં આ સ્પર્ધાને લગતી તમામ માહિતી શેર કરવામાં આવી હતી. આ વર્ષે 71મી મિસ વર્લ્ડ સ્પર્ધા યોજાશે. આવો જાણીએ આ સંબંધિત તમામ માહિતી.
View this post on Instagram
જુલિયા મોર્લે એ કરી મિસ વર્લ્ડ 2023 ની જાહેરાત
મિસ વર્લ્ડ ઓર્ગેનાઈઝેશનના ચેરપર્સન અને સીઈઓ જુલિયા મોર્લે એ મિસ વર્લ્ડ સ્પર્ધા 2023ની જાહેરાત કરી. તેણે કહ્યું, “મને એ જાહેરાત કરતાં આનંદ થાય છે કે ભારત 71મી મિસ વર્લ્ડનું આયોજન કરશે.” તેણે કહ્યું કે 30 વર્ષ પહેલા હું અહીં આવી હતી ત્યારથી મને ભારત પ્રત્યે લગાવ છે. જુલિયાએ કહ્યું કે તે ભારતની સંસ્કૃતિને વિશ્વ સાથે શેર કરવા આતુર છે.’ આ સ્પર્ધામાં ભાગ લેવા માટે 130 થી વધુ દેશોના સ્પર્ધકો તેમની અનન્ય પ્રતિભા, બુદ્ધિ અને કરુણાનું પ્રદર્શન કરવા ભારતમાં એકઠા થશે. આ વર્ષે ગ્રાન્ડ ફિનાલે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં યોજવામાં આવી શકે છે.
#WATCH | Miss India World 2022 Sini Shetty speaks on Miss World 2023 to be held in India. (08.06) pic.twitter.com/omkELF02Tx
— ANI (@ANI) June 9, 2023
મિસ વર્લ્ડ 2023 માં સિની શેટ્ટી કરશે ભારત નું પ્રતિનિધત્વ
મિસ વર્લ્ડ 2023માં ભારતનું પ્રતિનિધિત્વ કરનાર સિની શેટ્ટી 21 વર્ષની ઉંમરે મિસ ઈન્ડિયા બની છે. તે મૂળ કર્ણાટક ની છે. અભ્યાસની વાત કરીએ તો સિની શેટ્ટીએ એકાઉન્ટિંગ અને ફાઇનાન્સમાં ગ્રેજ્યુએશન કર્યું છે. એટલું જ નહીં તે CFAનો અભ્યાસ પણ કરી રહી છે. તેણીને નૃત્ય કરવાનું પસંદ છે અને તે પ્રશિક્ષિત ભરતનાટ્યમ નૃત્યાંગના છે. મિસ ઈન્ડિયા બનતા પહેલા સિની શેટ્ટી મિસ ટેલેન્ટનો એવોર્ડ પણ જીતી ચૂકી છે. તમને જણાવી દઈએ કે ભારતમાં અત્યાર સુધી ઘણી સુંદરીઓ ‘મિસ વર્લ્ડ’નો તાજ પોતાના નામે કરી ચૂકી છે, જેમાં 1966માં રીટા ફારિયા,1994માં ઐશ્વર્યા રાય,1997 ડાયના હેડન,1999માં યુક્તા મુખી,2000માં પ્રિયંકા ચોપરા અને 2017માં માનુષી છિલ્લર નો સમાવેશ થાય છે.
આ સમાચાર પણ વાંચો: એક ગૃહિણી ની જેમ પાઇ પાઇ નો હિસાબ રાખે છે કેટરીના કેફ, વિકી કૌશલે કર્યા તેના લગ્નજીવનને લઇ ને ઘણા ખુલાસા