News Continuous Bureau | Mumbai
India vs bharat: આ દિવસોમાં ઇન્ડિયા અને ભારત વચ્ચે નવી ચર્ચા ચાલી રહી છે. વિપક્ષનો આરોપ છે કે કેન્દ્ર સરકાર બંધારણમાંથી ઇન્ડિયા શબ્દ હટાવીને તેની જગ્યાએ ભારત લખવા જઈ રહી છે. હવે રાજકારણીઓની આ ચર્ચામાં કલાકારો પણ જોડાયા છે. પોતાના સમયના સુપરસ્ટાર રહી ચૂકેલા બોલિવૂડ એક્ટર જેકી શ્રોફે ઇન્ડિયા અને ભારત પર મોટું નિવેદન આપ્યું છે. જેકી શ્રોફે મીડિયાના એક સવાલનો જવાબ આપતા કહ્યું કે જો ઇન્ડિયા ને ભારત કહેવામાં આવે છે તો તેમાં ખોટું શું છે.
જેકી શ્રોફ નું નિવેદન
જેકી દાદાએ કહ્યું કે ઇન્ડિયા પણ કહેવાય પણ સત્ય બદલાશે નહીં. જેકીએ કહ્યું કે ઘણા લોકો તેના નામનો ખોટો ઉચ્ચાર કરે છે, પરંતુ વાસ્તવિકતા બદલાશે નહીં. જેકી શ્રોફ એવા કલાકારોમાં સામેલ છે જેમને G-20 સમિટ ડિનર માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. તમને જણાવી દઈએ કે આ ચર્ચા ત્યારે શરૂ થઈ જ્યારે નવી દિલ્હીમાં યોજાનારી G-20 સમિટ માટે ‘પ્રેસિડેન્ટ ઓફ ભારત’ના નામે મહેમાન દેશોને આમંત્રણ મોકલવામાં આવ્યું. વિપક્ષનો આરોપ છે કે બંધારણમાં ‘પ્રેસિડેન્ટ ઓફ ઇન્ડિયા’ લખવામાં આવ્યું છે, પ્રેસિડન્ટ ઓફ ભારત નહીં…. તેનો અર્થ એ છે કે સરકાર બંધારણમાંથી ભારત શબ્દ હટાવવા જઈ રહી છે.
#WATCH | On G20 Summit dinner invitations at Rashtrapati Bhawan sent in the name of ‘President of Bharat’, Actor Jackie Shroff says, “If Bharat is being called Bharat, it is not a bad thing…we won’t change even if the name is changed” (05/09) pic.twitter.com/PTzHE1I3Sa
— ANI (@ANI) September 5, 2023
ઇન્ડિયા અને ભારત નો વિવાદ
તમને જણાવી દઈએ કે G-20 સંમેલન દેશની રાજધાની નવી દિલ્હીના પ્રગતિ મેદાનમાં 9 થી 10 સપ્ટેમ્બરના રોજ યોજાવા જઈ રહ્યું છે. આ કોન્ફરન્સમાં 30 થી વધુ દેશો અને તેમના રાષ્ટ્રાધ્યક્ષો અને પ્રતિનિધિઓ ભાગ લઈ રહ્યા છે. આ સંમેલનમાં ભાગ લેવા માટે રાષ્ટ્રપતિ ભવન તરફથી આમંત્રણ પત્ર મોકલવામાં આવ્યો છે, જેના પર પ્રેસિડન્ટ ઓફ ઇન્ડિયા બદલે પ્રેસિડન્ટ ઓફ ભારત લખવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : India vs Bharat: G20 ડિનરના આમંત્રણ પર હંગામા વચ્ચે અમિતાભનું ટ્વિટ ચર્ચામાં, પોસ્ટ થતા જ થઇ ગયું વાયરલ..