News Continuous Bureau | Mumbai
Indian idol 14: ઇન્ડિયન આઇડલ ટેલિવિઝન નો લોકપ્રિય શો છે.આ શો એ અત્યાર સુધી ઘણા સિંગર આપ્યા છે. બોલિવૂડ સેલેબ્સ પોતાની ફિલ્મ નું પ્રમોશન કરવા આવા રિયાલિટી શો માં જતા હોય છે. હવે રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના તેમની ફિલ્મ એનિમલ નબુ પ્રમોશન કરવા ઇન્ડિયન આઇડલ ના સેટ પર પહોંચ્યા છે. આ એપિસોડ આ વિકેન્ડમાં ટેલિકાસ્ટ થશે. આ દરમિયાન મેકર્સે શો નો પ્રોમો રિલીઝ કર્યો છે.
ઇન્ડિયન આઇડલ માં આવ્યા રણબીર અને રશ્મિકા
સોની ટીવી એ શો ઇન્ડિયન આઇડલ નો પ્રોમો રિલીઝ કર્યો છે. જેમાં જોવા મળી રહ્યું છે કે, રણબીર કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટેજ પર ભવ્ય એન્ટ્રી કરે છે. આ પછી બંને કલાકારો સ્પર્ધકોની ગાયિકી નો આનંદ માણે છે. મેનુકા પૌડેલ ઈન્ડિયન આઈડલના સ્ટેજ પર તમાશા ફિલ્મનું ગીત ‘અગર તુમ સાથ હો’ ગાતી જોવા મળે છે, મેનુકાનું ગીત સમાપ્ત થયા પછી, રણબીર સીધો રશ્મિકા મંદન્ના સાથે સતેજ પર આવે છે અને પછી મેનુકા પૌડેલના પગને સ્પર્શ કરે છે. આ દરમિયાન રણબીર કહેતો જોવા મળે છે કે, ‘રેણુકા જી, મારું નામ રણબીર છે અને હું તમારી પાસેથી આશીર્વાદ લેવા માંગુ છું. જ્યારે શ્રેયાજીએ પહેલીવાર સ્ટેજ પર ગીત ગાયું ત્યારે તેમને પણ આવી જ લાગણી થઈ હશે. જો શ્રેયા જીને દેવી કહેવામાં આવે છે તો તમે દેવી નંબર 2 છો.’
View this post on Instagram
તમને જણાવી દઈએ કે હાલ માંજ એનિમલ નું ટ્રેલર રિલીઝ થયું હતું જેને દર્શકો તરફ થી સારો પ્રતિસાદ મળી રહ્યો છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે રિલીઝ થશે.
આ સમાચાર પણ વાંચોઃ Alia bhatt on Animal: એનિમલ નું ટ્રેલર જોયા બાદ પતિ રણબીર કપૂર ની ફેન બની આલિયા ભટ્ટ, અધધ આટલી વાર જોયું ફિલ્મ નું ટ્રેલર