News Continuous Bureau | Mumbai
IFFI 2024 Indian Panorama: ઇન્ટરનેશનલ ફિલ્મ ફેસ્ટિવલ ઑફ ઇન્ડિયા (IFFI)નો મુખ્ય વિભાગ ઇન્ડિયન પેનોરમા ઇફ્ફીની 55મી એડિશનમાં પ્રદર્શિત થનારી 25 ફિચર ફિલ્મો અને 20 નોન-ફિચર ફિલ્મ્સની પસંદગીની જાહેરાત કરે છે. મુખ્ય પ્રવાહના સિનેમાની ૫ ફિલ્મો સહિત ૨૫ ફીચર ફિલ્મ્સના પેકેજની પસંદગી 384 સમકાલીન ભારતીય ફિચર ફિલ્મોના વિસ્તૃત સ્પેક્ટ્રમમાંથી કરવામાં આવી છે. ભારતીય પેનોરમા 2024ની ઓપનિંગ ફિલ્મ માટે જ્યુરીની પસંદગી “સ્વતંત્ર વીર સાવરકર (હિન્દી)” છે, જેનું નિર્દેશન રણદીપ હૂડાએ કર્યું છે.
આ ઉપરાંત, 262 ફિલ્મોના સ્પેક્ટ્રમમાંથી પસંદ કરવામાં આવેલી ભારતીય પેનોરમામાં 20 નોન-ફિચર ફિલ્મોનું ( Non-Feature Films ) પેકેજ દર્શાવવામાં આવશે. નોન-ફિચર ફિલ્મ્સનું પેકેજ ઉભરતા અને સ્થાપિત ફિલ્મ નિર્માતાઓની દસ્તાવેજીકરણ, તપાસ, મનોરંજન અને સમકાલીન ભારતીય મૂલ્યોને પ્રતિબિંબિત કરવાની ક્ષમતાનું ઉદાહરણ પૂરું પાડે છે. નોન-ફિચર કેટેગરીમાં ઓપનિંગ ફિલ્મ માટે જ્યુરીની પસંદગી ‘ઘર જૈસા કુછ (લદ્દાખી)’ છે, જેનું નિર્દેશન શ્રી હર્ષ સંગાનીએ કર્યું છે.
ફિચર ફિલ્મ જ્યુરીનું નેતૃત્વ જાણીતા ફિલ્મ દિગ્દર્શક, અભિનેતા અને પટકથા લેખક ડૉ. ચંદ્રપ્રકાશ દ્વિવેદીએ કર્યું હતું. ફિચર જ્યુરીએ 12 સભ્યોની રચના કરી હતી, જેઓ વ્યક્તિગત રીતે વિવિધ પ્રશંસનીય ફિલ્મોનું પ્રતિનિધિત્વ કરે છે અને જાણીતા ફિલ્મ વ્યાવસાયિકો છે, જ્યારે સંયુક્તપણે વિવિધ ભારતીય ફિલ્મ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે.
IFFI 2024 Indian Panorama: ઇન્ડિયન પેનોરમામાં ફિલ્મોના જ્યુરી મેમ્બર્સ છેઃ
- શ્રી. મનોજ જોશી, અભિનેતા
- સુસ્મિતા મુખર્જી, અભિનેતા
- શ્રી. હિમાંશુ શેખર ખાતુવા, ફિલ્મ દિગ્દર્શક
- શ્રી. ઓયનમ ગૌતમ સિંહ, ફિલ્મ દિગ્દર્શક
- શ્રી. આશુ ત્રિખા, ફિલ્મ દિગ્દર્શક
- શ્રી. એસ.એમ.પાટીલ, ફિલ્મ દિગ્દર્શક અને લેખક
- શ્રી. નીલાભ કૌલ, સિનેમેટોગ્રાફર અને ફિલ્મ ડાયરેક્ટર
- શ્રી. સુસાન્ત મિશ્રા, ફિલ્મ દિગ્દર્શક
- શ્રી. અરુણ કુમાર બોઝ, પ્રસાદ ઇન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ એચઓડી અને સાઉન્ડ એન્જિનિયર
- શ્રીમતી રત્નોત્તમા સેનગુપ્તા, લેખક અને સંપાદક
- શ્રી. સમીર હેંચેટે, ફિલ્મ દિગ્દર્શક
- સુશ્રી પ્રિયા ક્રિષ્નસ્વામી, ફિલ્મ દિગ્દર્શક
IFFI 2024 Indian Panorama: ભારતીય પેનોરમા 2024માં પસંદ થયેલી 25 ફિચર ફિલ્મ્સ ( Feature Films ) :
| ક્રમ | ફિલ્મનું શીર્ષક | ભાષા | નિયામક |
|
સ્વતંત્ર વીર સાવરકર | હિંદી | રણદીપ હુડા |
|
|
કેરેબેટ | કન્નડ | ગુરુરાજ બી. |
|
|
વેન્ક્યા | કન્નડ | સાગર પુરાણિક |
|
|
જુઈફૂલ | આસામી | જદુમાની દુતા |
|
|
મહાઅવતાર નરસિમ્હા | હિંદી | અશ્વિન કુમાર |
|
|
જીગરથાન્ડા ડબલ X | તમિળ | કાર્તિક સુબ્બારાજ |
|
|
આડુજીવિથમ
(ધ ગોટલલાઈફ) |
મલયાલમ | બ્લેસી |
|
|
આર્ટિકલ 370 | હિંદી | આદિત્ય સુહાસ જગમાલે |
|
|
GYPSY | મરાઠી | શશી ચંદ્રકાન્ત ખંડારે |
|
|
શ્રીકાંત | હિંદી | તુષાર હિરાનંદાની |
|
|
અમાર બોસ | બંગાળી | નંદિતા રોય,
શિબોપ્રોસાદ મુખર્જી |
|
|
બ્રહ્મયુગમ | મલયાલમ | રાહુલ સદાસિવન |
|
|
35 ચીન્ના કથા કાડુ | તેલુગુ | નંદા કિશોર ઈમાની |
|
|
રાડોર પાખી | આસામી | ડો. બોબી સરમા બરુઆ |
|
|
ઘરાત ગણપતિ | મરાઠી | નવજ્યોત નરેન્દ્ર બાંદીવડેકર |
|
|
રાવસાહેબ | મરાઠી | નિખિલ મહાજન |
|
|
લેવલ ક્રોસ | મલયાલમ | આફતાબ અયુબ |
|
|
કાર્કેન | ગેલો | નાન્ડિંગ લોડર |
|
|
ભૂતપોરી | બંગાળી | સૌકાર્યા ઘોસાલ |
|
|
ઓન્કો કી કોઠિન | બંગાળી | સૌરવ પાલોધી |
મુખ્ય પ્રવાહનો સિનેમા વિભાગ:
| શ્રી નં. | ફિલ્મનું શીર્ષક | ભાષા | નિયામક |
|
કારખાનુ | ગુજરાતી | રુષભ થાન્કી |
|
|
12th ફેઈલ | હિંદી | વિધુ વિનોદ ચોપરા |
|
|
મંજુમેલ બોયઝ | મલયાલમ | ચિદામાબ્રામ |
|
|
સ્વર્ગરથ | આસામી | રાજેશ ભુયાન |
|
|
કલ્કી 2898 એડી (3D) | તેલુગુ | સિંગીરેડ્ડી મેરિડ |
આ સમાચાર પણ વાંચો : Supreme Court CJI : જસ્ટિસ સંજીવ ખન્ના બનશે 51મા CJI, રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મારી મંજૂરીની મહોર; આ તારીખે લેશે શપથ.
છ સભ્યોની બનેલી આ નોન-ફિચર ફિલ્મ જ્યુરીનું નેતૃત્વ જાણીતા ડોક્યુમેન્ટરી અને વાઇલ્ડલાઇફ ફિલ્મ ડાયરેક્ટર તથા વી. શાંતરામ લાઇફટાઇમ એચિવમેન્ટ એવોર્ડ વિજેતા શ્રી સુબ્બૈયા નલ્લામુથુએ કર્યું હતું..
IFFI 2024 Indian Panorama: ધ ઇન્ડિયન પેનોરમા નોન ફિચર ફિલ્મ્સના નિર્ણાયક સભ્યોઃ
- શ્રી. રજનીકાંત આચાર્ય, નિર્માતા અને ફિલ્મ નિર્દેશક
- શ્રી. રોનેલ હાઓબામ, ફિલ્મ ડાયરેક્ટર
- સુશ્રી ઉષા દેશપાંડે, ફિલ્મ દિગ્દર્શક અને નિર્માતા
- સુશ્રી વંદના કોહલી, ફિલ્મ દિગ્દર્શક અને લેખક
- શ્રી. મિથુનચંદ્ર ચૌધરી, ફિલ્મ દિગ્દર્શક
- સુશ્રી શાલિની શાહ, ફિલ્મ દિગ્દર્શક
IFFI 2024 Indian Panorama: ભારતીય પેનોરમા 2024માં પસંદ થયેલી 20 નોન ફિચર ફિલ્મ્સ:
| સ.નં. | ફિલ્મનું શીર્ષક | ભાષા | નિયામક(ઓ) નામ |
|
|
6-એ આકાશ ગંગા | હિંદી | નિર્મલ ચંદર |
|
|
અમાર આજ મારેગા | હિંદી | રજત કારીયા |
|
|
અમ્માઝ પ્રાઈડ | તમિળ | શિવા ક્રિશ |
|
|
બાહી – ટ્રેસિંગ માય એન્સેસ્ટર્સ | હિંદી | રચિતા ગોરોવા |
|
|
બલ્લાડ ઓફ ધ માઉન્ટેન | હિંદી | તરુણ જૈન |
|
|
બાતો કા બુલબુલા | હરિયાણવી | અક્ષય ભારદ્વાજ |
|
|
ચાન્ચિસોઆ | ગારો | એલ્વાચિસા ચા સંગમા,
દીપાંકર દાસ |
|
|
ફ્લેન્ડર્સ કી જમીં વીચ | પંજાબી | સચિન |
|
|
ઘર જૈસા કુછ | લદાખી | હર્ષ સાંગાણી |
|
|
ઘોડે કી સવારી | હિંદી | દેબજાની મુખર્જી |
|
|
ગૂગલ મેટ્રિમોની | અંગ્રેજી | અભિનવ આથ્રે |
|
|
મેઇન નીડા | હિંદી | અતુલ પાંડે |
|
|
MO BOU, MO GAAN | ઓરિયા | સુભાષ સાહુ |
|
|
મોનીહારા | બંગાળી | સુભાદીપ બિસ્વાસ |
|
|
પી ફોર પાપારાઝી | હિંદી | દિવ્યા ખરનરે |
|
|
પીલર્સ ઓફ પ્રોગ્રેસ ધ એપિક સ્ટોરી ઓફ દિલ્હી મેટ્રો | અંગ્રેજી | સતિષ પાંડે |
|
|
પ્રાણ પ્રતિષ્ઠા | મરાઠી | પંકજ સોનાવાને |
|
|
રોટી કૂન બનાસી? | રાજસ્થાની | ચંદન સિંહ |
|
|
સાવાટ | કોંકણી | શિવમ હરમલકર,
સંતોષ શેટકર |
|
|
સિવાન્થા મન | તમિળ | શિશુ |
ભારતીય પેનોરમા વિશે
સિનેમેટિક કલાની મદદથી ભારતની સમૃદ્ધ સંસ્કૃતિ અને વારસાની સાથે ભારતીય ફિલ્મોને પ્રોત્સાહન આપવા માટે ભારતીય પેનોરમાને ઇફ્ફીની છત્રછાયાના ભાગરૂપે 1978માં રજૂ કરવામાં આવી હતી. તેની શરૂઆતથી જ, ભારતીય પેનોરમા સંપૂર્ણપણે આ વર્ષની શ્રેષ્ઠ ભારતીય ફિલ્મોના પ્રદર્શન માટે સમર્પિત છે. ફિલ્મ કલાને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ સાથે ભારતીય પેનોરમા વિભાગ માટે પસંદ કરવામાં આવેલી ફિલ્મો, ભારત અને વિદેશમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ મહોત્સવોમાં બિન-નફાકારક સ્ક્રિનિંગ માટે, દ્વિપક્ષીય સાંસ્કૃતિક આદાન-પ્રદાન કાર્યક્રમો હેઠળ આયોજિત ભારતીય ફિલ્મ સપ્તાહો અને સાંસ્કૃતિક આદાન-પ્રદાન પ્રોટોકોલની બહાર વિશેષ ભારતીય ફિલ્મ મહોત્સવો અને ભારતમાં ખાસ ભારતીય પેનોરમા મહોત્સવોમાં બિન-નફાકારક સ્ક્રીનિંગ માટે પણ પ્રદર્શિત કરવામાં આવશે.

Indian Panorama has announced the list of films to be screened at IFFI 2024
પસંદગી નિર્ણાયક મંડળમાં ભારતભરની પ્રખ્યાત સિને હસ્તીઓનો સમાવેશ થાય છે. ફીચર ફિલ્મો માટે જ્યુરીના કુલ 12 સભ્યો અને સંબંધિત જ્યુરી ચેરપર્સનની આગેવાની હેઠળ નોન-ફિચર ફિલ્મો માટે છ જ્યુરી સભ્યોએ 55મી IFFI માટે ભારતીય પનારોમા ફિલ્મ્સની પસંદગી કરી છે. ફિચર અને નોન-ફિચર એમ બંને પ્રકારની જાણીતી જ્યુરી પેનલ્સે તેમની વ્યક્તિગત કુશળતાનો ઉપયોગ કરીને સર્વસંમતિમાં સમાન ફાળો આપ્યો છે, જેના કારણે બંને કેટેગરીની ભારતીય પેનોરમા ફિલ્મોની પસંદગી થઈ હતી.
ભારતીય પેનોરમાનો મુખ્ય ઉદ્દેશ ભારતીય પેનોરમાના નિર્ધારિત નિયમોની શરતો અને પ્રક્રિયાઓ અનુસાર ફિલ્મ કલાના પ્રચાર માટે સિનેમેટિક, થિમેટિક અને સૌંદર્યલક્ષી ઉત્કૃષ્ટતાની ફિચર અને નોન-ફિચર ફિલ્મોની પસંદગી કરવાનો છે.
IFFI વિશે
રાષ્ટ્રીય ફિલ્મ વિકાસ નિગમ, કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રાલય દ્વારા ગોવાની રાજ્ય સરકારના સહયોગથી 20 થી 28 નવેમ્બર, 2024 સુધી ગોવાના પણજીમાં આઈએફએફઆઈનું આયોજન કરવામાં આવ્યું છે.
આ સમાચાર પણ વાંચો : Elon Musk Net Worth: દિવાળી પહેલા માં લક્ષ્મી એલોન મસ્ક પર થયા મહેરબાન, ઉદ્યોગપતિના નેટવર્થમાં એક જ દિવસમાં નોંધાયો રેકોર્ડબ્રેક ઉછાળો, જાણો કેટલી થઇ
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.