News Continuous Bureau | Mumbai
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 9મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ સામસામે આવી હતી. આ પ્રસંગે શાહરૂખ ખાન પોતાની ટીમ કોલકાતા નાઈટ રાઈડર્સને પ્રોત્સાહિત કરવા કોલકાતાના ઈડન ગાર્ડન્સ સ્ટેડિયમ પહોંચ્યો હતો. શહરુખ ખાને કેમેરા તરફ હાથ લહેરાવ્યો અને ચાહકો તરફ ફ્લાઈંગ કિસ કરી. શાહરૂખ બ્લેક લુકમાં હેન્ડસમ લાગતો હતો. ગુરુવારે સવારે, તે મુંબઈ એરપોર્ટ પર જોવા મળ્યો હતો જ્યાં તે કોલકાતા જવા માટે નીકળ્યો હતો. તેની સાથે તેમની પુત્રી સુહાના ખાન પણ હતી.
‘પઠાણ’ના ગીત પર કર્યો ડાન્સ
શાહરૂખે બ્લેક હૂડી અને પેન્ટ પહેર્યું હતું. સાથે તેણે કાળા સનગ્લાસ પહેર્યા હતા. મેચ જોતી વખતે સ્ટેડિયમમાં ‘પઠાણ’નું ‘ઝૂમે જો પઠાણ’ ગીત વાગી રહ્યું હતું જેના પર શાહરૂખે ગીતના સ્ટેપ્સ કર્યા હતા. આ પછી તે ચાહકોને વેવ કરતો જોવા મળ્યો હતો. તેને જોતા જ આસપાસના લોકો ચીયર કરવા લાગ્યા અને ઘણા વીડિયો બનાવતા જોવા મળ્યા. શાહરૂખની પાછળ તેની મેનેજર પૂજા દદલાની ઉભેલી જોવા મળી હતી. શાહરૂખના ફેન પેજે આ વીડિયો શેર કર્યો છે.
શાહરુખ ની આગામી ફિલ્મ
શાહરૂખ ની ‘પઠાણ’એ આ વર્ષની શરૂઆતમાં બોક્સ ઓફિસ પર ધૂમ મચાવી હતી. હવે એવા અહેવાલ છે કે યશ રાજ ફિલ્મ્સે સલમાન ખાન અને શાહરૂખ સાથે ‘ટાઈગર વર્સિસ પઠાણ’ લાવવાનો નિર્ણય કર્યો છે. બંને સુપરસ્ટાર માટે આ કોઈ તહેવાર થી ઓછું નથી. આ ફિલ્મ ‘પઠાણ’ના દિગ્દર્શક સિદ્ધાર્થ આનંદ દ્વારા બનાવવામાં આવશે. ફિલ્મનું શૂટિંગ 2024માં શરૂ થશે.
