News Continuous Bureau | Mumbai
Ira khan and Nupur shikhre: આમિર ખાન અને રીના દત્તા ની દીકરી ઇરા ખાને તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કરી લીધા છે. મીડિયા રિપોર્ટ મુજબ ઇરા ખાન અને નૂપુર શિખરે 8 જાન્યુઆરી એ ઉદયપુર માં મહારાષ્ટ્રીયન રીતિ રિવાજ મુજબ ભવ્ય લગ્ન કરશે. આ ભવ્ય લગ્ન ,માટે ઇરા ખાન અને નૂપુર શિખરે ઉદયપુર જવા રવાના થયા છે. આ દરમિયાન નવદંપતી એરપોર્ટ પર જોવા મળ્યા હતા જેનો વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે. નવદંપતી સાથે ઇરા ખાન ની માતા રીના દત્તા પર જોવા મળી હતી.
ઇરા ખાન અને નૂપુર શિખરે પહોંચ્યા ઉદયપુર
ઇરા ખાન અને નૂપુર શિખરે નો એક વિડીયો વાયરલ થઇ રહ્યો છે જેમાં જોઈ શકાય છે કે ઇરા ખાન અને નુપુર શિખરે તેમના ભવ્ય લગ્ન માટે ઉદયપુર પહોંચી ગયા છે. આ સાથે જ ઇરા ખાનની માતા રીના દત્તા પણ જોવા મળી રહી છે. આ દરમિયાન ઇરા અને નૂપુર એકસાથે ખુબ ખુશ જોવા મળ્યા હતા.
View this post on Instagram
આ સાથે આમિર ખાન પણ તેના નાના દીકરા આઝાદ સાથે ઉદયપુર રવાના થયો છે જેનો વિડીયો વાયરલ થઇ રહ્યો છે.
View this post on Instagram
મીડિયા રિપોર્ટ મુજબ ઇરા અને નૂપુર ના લગ્ન ની વિધિ 7 જાન્યુઆરી થી શરૂ થશે.
આ સમાચાર પણ વાંચો : Ira khan Nupur shikhre wedding: ઇરા ખાન અને નૂપુર શિખરે ને લગ્ન માં આશીર્વાદ આપવા આવી ભારત ની આ મોટી હસ્તી, આમિર ખાન અને કિરણ રાવે કર્યું તેમનું ઉષ્મભેર સ્વાગત, જુઓ વિડીયો