News Continuous Bureau | Mumbai
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની (Amir Khan) દીકરી (daughter)ઈરા ખાને (Ira) 18 નવેમ્બરે મુંબઈમાં તેના લાંબા સમયના બોયફ્રેન્ડ નુપુર શિખરે સાથે સગાઈ (engagement) કરી હતી. સગાઈની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા (social media) પર છવાયેલા છે. તે જ સમયે, ઈરાએ તેની સગાઈ સેરેમનીનો (engagement ceremony) એક વીડિયો (Video) શેર કર્યો છે, જેમાં બંને એકબીજાને વીંટી પહેરતા જોઈ શકાય છે.
ક્લિપમાં શું છે?
ક્લિપમાં, (video) બંને સગાઈની (engagement ceremony) વીંટીઓની આપલે કરી રહ્યા છે,અને બન્ને ખુશીથી નૃત્ય કરે છે. બંનેના ચહેરા પરની ખુશી જોઈને સ્પષ્ટપણે ખબર પડે છે કે તેઓ આ દિવસની કેટલી આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા.આ સમારોહમાં આમિર ખાન (amir khan), તેની પૂર્વ પત્ની કિરણ રાવ , અભિનેત્રી ફાતિમા સના શેખ , ભત્રીજા ઈમરાન ખાનથી લઈને આશુતોષ ગોવારિકર , પરિવારના અન્ય સભ્યો અને કેટલાક ખાસ મિત્રોએ હાજરી આપી હતી.ઇરા ખાને તેની સગાઈના દિવસ માટે લાલ રંગનો ઓફ શોલ્ડર ગાઉન પસંદ કર્યો હતો, જેમાં તે ખૂબ જ સુંદર લાગી રહી હતી. તો બીજી તરફ નુપુર શિખરે બ્લેક ટક્સીડોમાં એકદમ હેન્ડસમ લાગી રહ્યો હતો.
આ સમાચાર પણ વાંચો: મુંબઈની નજીક આવ્યો ભૂકંપ. લોકોમાં ફફડાટ
નૂપુર શિખરે ઇરાને વર્કઆઉટ સેશન (workout session) આપતો હતો. આટલું જ નહીં તેણે આમિર ખાનને ફિટનેસની ટ્રેનિંગ પણ આપી છે. આ સિવાય તે અભિનેત્રી સુષ્મિતા સેનના ટ્રેનર (Sushmita sen trainer) પણ રહી ચુક્યો છે.તમને જણાવી દઈએ કે, ઇરાખાન આમિર ખાનની પહેલી પત્ની પ્રોડ્યુસર રીના દત્તાની દીકરી છે. (daughter)