News Continuous Bureau | Mumbai
Ira khan: આમિર ખાન ની દીકરી ઇરા ખાને 3 જાન્યુઆરી એ તેના બોયફ્રેન્ડ નૂપુર શિખરે સાથે રજીસ્ટર મેરેજ કર્યા હતા. ત્યારબાદ કપલે ઉદયપુર માં ક્રિશ્ચ્યન રીતિ રિવાજ મુજબ ધામધૂમથી લગ્ન કર્યા હતા. લગ્ન બાદ આમિર ખાને 13 જાન્યુઆરી એ ભવ્ય રિસેપ્શન નું આયોજન કર્યું હતું. જેમાં બોલિવૂડની દિગ્ગ્જ હસ્તીઓએ હાજરી આપી હતી. આ દરમિયાન ઇરા ખાને સુંદર વેડિંગ ટ્રેલર શેર કર્યું છે. આ વીડિયોમાં કપલ વચ્ચેનો પ્રેમ સ્પષ્ટપણે જોવા મળી રહ્યો છે. આ વીડિયો હવે સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
ઇરા ખાને શેર કર્યો વિડીયો
ઇરાએ તેના સોશિયલ મીડિયા પર લગ્નનું ટ્રેલર શેર કર્યું છે.વીડિયોની શરૂઆત ઉદયપુરના પઠારોના સુંદર શૉટથી થાય છે., ત્યારબાદ વરરાજા નુપુર શિખરે તેની માતા સાથે લગ્ન સ્થળમાં પ્રવેશતો જોવા મળી રહ્યો છે.. ઈરા તેના માતા-પિતા આમિર ખાન અને રીના દત્તાનો હાથ પકડીને લગ્ન સ્થળે પ્રવેશી રહી છે. બલૂન સ્લીવ્સ સાથે સફેદ ફીટેડ ગાઉનમાં ઇરા ખૂબ જ સુંદર લાગી રહી છે. આ દરમિયાન નૂપુરે યાદગાર સ્પીચ આપતા કહ્યું કે તે ઈરાને કેમ પ્રેમ કરે છે. નૂપુર ભાવુક થઈ ગયો અને તેના પરિવાર અને મિત્રોની સામે ઈરા પ્રત્યેના તેના અપાર પ્રેમ વિશે વાત કરતાં થોડો રડી પણ પડ્યો. જો કે, તેણે જાતે જ પોતાની જાત ને સાંભળી અને પોતાનું ભાષણ પૂરું કર્યું. ઇરાએ પછી શેર કર્યું કે તે કેવી રીતે તેણીનું ‘સલામત સ્થળ’ છે અને તેણી તેની સાથે કેવી રીતે સુરક્ષિત અનુભવે છે. તેના શબ્દોએ ઇરાની સાવકી માતા કિરણ રાવ અને તેના પિતા આમિર ખાન સહિત દરેકને ભાવુક કરી દીધા હતા.
ત્યારબાદ દંપતીએ ચુંબન સાથે તેમના પ્રેમની મહોર મારી હતી. છેલ્લે આમિર ખાન, રીના દત્તા, ઈરા ખાન અને નુપુર શિખરે સહિત દરેક જણ ડાન્સ કરતા જોવા મળ્યા હતા.
આ સમાચાર પણ વાંચો : Bhool bhulaiya 3: ડરવા માટે થઇ જાઓ તૈયાર, પાછી આવી રહી છે મંજૂલિકા, ભુલ ભુલૈયા 3 માં થઇ આ અભિનેત્રી ની એન્ટ્રી