Site icon

શું બચ્ચન પરિવારમાં ફરી ગુંજશે કિલકારી- અભિષેક બચ્ચન અને આરાધ્યા સાથે ઐશ્વર્યા રાયનો બેબી બમ્પ છુપાવતો વિડીયો આવ્યો સામે-જુઓ વાયરલ વિડીયો

News Continuous Bureau | Mumbai 

ઐશ્વર્યા રાય બોલિવૂડની એક સુંદર અભિનેત્રી છે, જે તાજેતરમાં મુંબઈ એરપોર્ટ (Mumbai airport)પર જોવા મળી હતી. એરપોર્ટ પર  ઐશ્વર્યાની સાથે અભિષેક બચ્ચન અને તેની પુત્રી આરાધ્યા પણ હતી. ત્રણેય ન્યૂયોર્કથી (New York)રજાઓ માણીને મુંબઈ પરત ફર્યા હતા. તે જ સમયે, હવે એરપોર્ટ પરથી ઐશ્વર્યા, અભિષેક અને આરાધ્યાનો વીડિયો સોશિયલ મીડિયા(video viral) પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં એક્ટ્રેસનો લુક જોઈને ફેન્સ ને નવાઈ લાગી છે અને બધાએ દાવો કર્યો છે કે ઐશ્વર્યા બીજી વારની પ્રેગ્નન્ટ(second time pregnant) છે.

Join Our WhatsApp Community

સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહેલા વીડિયોમાં જોઈ શકાય છે કે ઐશ્વર્યા બ્લેક આઉટફિટમાં(Black outfit) છે. અભિનેત્રીએ લાંબો ડ્રેસ પહેર્યો છે, જે એકદમ ઢીલો છે અને ચહેરા પર માસ્ક(mask) છે. આ દરમિયાન ઐશ્વર્યા તેની પુત્રી આરાધ્યાનો હાથ પકડી ને ચાલી રહી છે.હંમેશ ની મુજબ અભિષેક આ બંનેની પાછળ ચાલી રહ્યો છે. આશ્ચર્યની વાત એ છે કે આ વીડિયોમાં ઐશ્વર્યા (Aishwarya rai bachchan)પોતાના હાથથી પેટ છુપાવતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં હવે ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે શું ખરેખર ઐશ્વર્યા પ્રેગ્નન્ટ છે?ઐશ્વર્યાના આ વીડિયો પર સોશિયલ મીડિયા યુઝર્સ(social media users) અલગ-અલગ કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું કે, 'શું તે પ્રેગ્નન્ટ છે તેથી તે પોતાની જાતને ઢાંકી રહી છે.' અન્ય એક યુઝરે લખ્યું, 'પ્રેગનેન્સીને આટલી બધી શું છુપાવવાની.' ત્રીજા યુઝરે પણ લખ્યું છે કે, 'શું તે પ્રેગ્નન્ટ છે.'

આ સમાચાર પણ વાંચો : શું ત્રીજી વાર માતા બનવા જઈ રહી છે કરિના કપૂર-વાયરલ ફોટા માં જોવા મળી રહ્યું છે અભિનેત્રી નું બેબી બમ્પ

આ પહેલીવાર નથી જ્યારે ઐશ્વર્યા રાયની પ્રેગ્નન્સી ના સમાચાર વાયરલ(Aishwarya pregnancy news viral) થઈ રહ્યા છે. આ પહેલા પણ ઘણી વખત ફેન્સ અભિનેત્રી વિશે અનુમાન લગાવી ચુક્યા છે કે તે માતા બનવા જઈ રહી છે. પરંતુ દર વખતે આ અફવા સાબિત થઈ છે. તમને જણાવી દઈએ કે ઐશ્વર્યા રાય ફિલ્મી દુનિયામાં કમબેક કરવા માટે તૈયાર છે. તે પાન ઈન્ડિયા રીલિઝ ફિલ્મ 'પોનીયિન સેલવાન'(ponniyan selvan)માં જોવા મળશે, જેનું ટીઝર રિલીઝ થઈ ગયું છે. 

Anupamaa Spoiler Alert: અનુપમાનો માસ્ટર સ્ટ્રોક! અભિમાનમાં રાચતા કોઠારીઓ થયા પાયમાલ; હવે અનુપમાના એક જ નિર્ણયથી બદલાઈ જશે આખા પરિવારની કિસ્મત
Do Deewane Sahr Mein Teaser Out: ‘દો દીવાને સહર મેં’ નું ટીઝર રિલીઝ: સિદ્ધાંત ચતુર્વેદી અને મૃણાલ ઠાકુરની કેમેસ્ટ્રીએ જીત્યા દિલ; જાણો ક્યારે રિલીઝ થશે આ રોમેન્ટિક ડ્રામા
Ajay Devgn Bal Tanhaji Announcement: દેશની પ્રથમ AI નિર્મિત ફિલ્મ ‘બાલ તન્હાજી’ની જાહેરાત; અજય દેવગણે વીર મરાઠા યોદ્ધાની ગાથાને આપી નવી ઓળખ
Akshaye Khanna: શું અક્ષય ખન્ના ને નડ્યું સ્ટારડમ? ‘દ્રશ્યમ 3’ બાદ હવે આ મોટી ફ્રેન્ચાઈઝીમાંથી પણ અભિનેતા ની થઇ છુટ્ટી!
Exit mobile version