News Continuous Bureau | Mumbai
Shweta bachchan: શ્વેતા બચ્ચનના લગ્ન દિલ્હી ના બિઝનેસ મેન નિખિલ નંદા સાથે થયા હતા. નિખિલ નંદા તેના પરિવાર સાથે દિલ્હી માં રહે છે. પરંતુ શ્વેતા બચ્ચન મોટાભાગે તેના પતિને બદલે બચ્ચન પરિવાર સાથે વધુ જોવા મળે છે. કહેવાય છે કે શ્વેતા જલસામાં તેના પિતા ના ઘરે રહે છે. આ જ કારણ છે કે લોકો એ જાણવા માટે ઉત્સુક છે કે શું તેના અને નિખિલ નંદા ના છૂટાછેડા થઇ ગયા છે?
આ સમાચાર પણ વાંચોઃ Koffee with karan 8:કાજોલ અને રાની મુખર્જી થી હેરાન પરેશાન થઇ ગયો કરણ જોહર, જુઓ કોફી વિથ કરણ નો નવો પ્રોમો
શ્વેતા બચ્ચન નું લગ્નજીવન
શ્વેતા બચ્ચન ના લગ્ન 1997માં નિખિલ નંદા સાથે થયા હતા. શ્વેતા એ તેના બંને બાળકોને સારી રીતે ઉછેર્યા બાદ પોતાની કારકિર્દી શરૂ કરી હતી.શ્વેતા બચ્ચન વ્યવસાયે લેખિકા અને ફેશન ડિઝાઇનર છે. આ સિવાય તે એક બ્રાન્ડ ચલાવે છે . બીજી તરફ શ્વેતા ના પતિ નિખિલ નંદા એસ્કોર્ટ ગ્રુપના ચીફ ઓપરેટિંગ ઓફિસર છે. નિખિલ દિલ્હી માં રહી ને પોતાનો વ્યવસાય ચલાવે છે જેમાં તેને તેની દીકરી નવ્યા નવેલી નંદા મદદ કરે છે. આમ નિખિલ અને શ્વેતા ના વ્યવસાય અલગ-અલગ છે. શ્વેતાને પોતાના પ્રોફેશનને કારણે ઘણીવાર મુંબઈમાં રહેવાનું થતું રહે છે.. એટલા માટે તે ઘણીવાર તેના પરિવાર સાથે જોવા મળે છે. શ્વેતાના નિખિલ નંદા સાથે સારા સંબંધો છે. બંને વચ્ચે કોઈપણ પ્રકારનો અણબનાવ નથી.