News Continuous Bureau | Mumbai
અભિનેત્રી નિકિતા દત્તા અને બોલીવુડના લોકપ્રિય ગાયક જુબિન નૌટિયાલ છેલ્લા ઘણા સમયથી રિલેશનશિપમાં હોવાની ખબરો સામે આવી રહી છે. તાજેતરમાં જ સિંગરના લગ્નને લઇને ઇન્ટરનેટ પર ખૂબ ચર્ચાઓ થઈ રહી હતી. જેના પર જુબિન નૌટિયાલે રિએક્શન આપ્યુ હતુ, જુબિનના રિએક્શન બાદ હવે સિંગર અને નિકિતાની એકબીજાને વીંટી પહેરાવતી તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થવા લાગી છે.
આ વાયરલ તસવીરો નિહાળ્યા બાદ તેમના લગ્નની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. જુબિન આ તસવીરોમાં ડાર્ક બ્લ્યુ કલરની શેરવાની પહેરેલો જોઈ શકાય છે. જયારે અભિનેત્રી નિકિતા દત્તાએ ડાર્ક પિન્ક કલરનો નેટ લહેંગો કેરી કર્યો છે. આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે, જુબિન એક ઘૂંટણ પર બેસીને ગર્લફ્રેન્ડ નિકીતાને રિંગ પહેરાવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : યુક્રેનનો મોટો દાવો, યુદ્ધ ક્ષેત્ર પર કબ્જામાં મોડું થતાં પુતિને પોતાના જ આ મંત્રીને ખખડાવ્યા, મંત્રીને આવ્યો હાર્ટ અટેક.. જાણો વિગતે
જુબિન નૌટિયાલ અને નિકિતા દત્તાની તસવીરો વાયરલ થયા બાદ યુઝર્સ જુદીજુદી રીતે રિએક્શન્સ આપી રહ્યાં છે. કેટલાક યુઝર્સનુ કહેવુ છે કે આ જુબિન નૌટિયાલના અપકમિંગ પ્રોજેક્ટનો ભાગ છે, જેમાં નિકિતા દત્તા પણ તેની સાથે છે. વળી, કેટલાક લોકો સગાઇની આ તસવીરોમાં કલાકારોને અભિનંદન આપી રહ્યાં છે. જોકે જુબિન અને નિકિતા બન્નેએ પોતાની તસવીરો પર કોઇ જ રિએક્શન નથી આપ્યુ.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં તેઓ એક સાથે મુંબઈના જુહુના એક કેફેમાં પણ સ્પોટ થયા હતા. તેમની રિલેશનશિપને લઈને જુબિને જણાવ્યું હતું કે, ”અમે લોકોની ગોસિપનો ભાગ બનવા નથી માંગતા. અમે અમારી રિલેશનશિપને પ્રાઇવેટ રાખવા માંગીએ છીએ.” જુબિન નૌટિયાલ ‘મોહ મોહ કે ધાગે’ ગીતથી અને અભિનેત્રી નિકિતા દત્તા શાહિદ કપૂર સ્ટારર ‘કબીર સિંહ’ ફિલ્મમાં તેના અભિનયને કારણે દેશભરમાં લોકપ્રિય થઇ હતી.
આ સમાચાર પણ વાંચો : ‘પુષ્પા’ ફેમ અભિનેત્રી રશ્મિકા મંદના એ જણાવ્યું તેનું ફિટનેસ નું રહસ્ય; પોસ્ટ શેર કરી આપી માહિતી; જાણો વિગત