News Continuous Bureau | Mumbai
Dunki story: હાલ શાહરૂખ ખાન તેની ફિલ્મ ‘જવાન’ ની સફળતા નો આનંદ માણી રહ્યો છે હવે લોકો તેની આગામી ફિલ્મ ડંકી ની આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે. આ દિવસોમાં આ ફિલ્મને લઈને ભારે ચર્ચા છે.હાલમાં ‘ડંકી’ની સ્ટોરીને લઈને સોશિયલ મીડિયા પર ચર્ચા ચાલી રહી છે. જ્યારથી ‘ડંકી’ની જાહેરાત થઈ છે ત્યારથી તેની વાર્તા ને લઈને ઘણી અટકળો લગાવવામાં આવી રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે આ ફિલ્મ માઇગ્રન્ટ્સ અને તેમની સમસ્યાઓ પર છે જેઓ સારા જીવનની શોધમાં વિદેશ જાય છે.
આ સમાચાર પણ વાંચો : Shahrukh khan Dunki: સોશિયલ મીડિયા પર ટ્રોલ થયો શાહરુખ ખાન, કિંગ ખાન તેમજ તેની ફિલ્મ ‘ડંકી’ પર લાગ્યો આ આરોપ
ફિલ્મ ડંકી ની વાર્તા
ફિલ્મ ડંકી વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે તેની વાર્તા ‘ડંકી ફ્લાઇટ’ પર આધારિત છે. આ એક એવો માર્ગ છે જેના દ્વારા લોકો કેનેડા અને અમેરિકામાં ગેરકાયદે પ્રવેશ કરે છે. સોશિયલ મીડિયા પર એવી પણ ચર્ચા હતી કે આ ફિલ્મ કેનેડા જતા ઇમિગ્રન્ટ્સ પર આધારિત છે. એક મીડિયા હાઉસે તેના અહેવાલમાં સૂત્રોને ટાંકીને જણાવ્યું છે કે આ ફિલ્મનો કેનેડા સાથે કોઈ સંબંધ નથી.સૂત્રએ કહ્યું, ‘ફિલ્મ ઈમિગ્રેશનના મુદ્દા પર છે પરંતુ તે કેનેડા પર આધારિત નથી કે કેનેડામાં રહેતા ભારતીયો સાથે તેને કોઈ લેવાદેવા નથી. માણસ કેવી રીતે વધુ સારું જીવન હાંસલ કરવા માટે માર્ગો શોધે છે તેના વિશે આ એક ખૂબ જ સંવેદનશીલ ફિલ્મ છે. આ સમય દરમિયાન તે ઘણી લાગણીઓમાંથી પસાર થાય છે.’ તમને જણાવી દઈએ કે હાલ ભારત અને કેનેડા વચ્ચેના સંબંધોમાં તણાવ જોવા મળી રહ્યો છે.
