Site icon

Sonakshi sinha: શું ખરેખર કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરી રહી છે સોનાક્ષી સિન્હા? મહેમાનો ની સૂચિ આવી સામે

Sonakshi sinha: સોનાક્ષી સિન્હા છેલ્લા ઘણા સમય થી ઝહીર ઇકબાલ ને ડેટ કરી રહી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. હવે મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી તેના કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે લગ્ન કરવા જઈ રહી છે.

is sonakshi sinha getting married to boyfriend zaheer iqbal

is sonakshi sinha getting married to boyfriend zaheer iqbal

News Continuous Bureau | Mumbai

Sonakshi sinha: બોલિવૂડ અભિનેત્રી સોનાક્ષી સિન્હા છેલ્લા કેટલાક સમય થી અભિનેતા ઝહીર ઇકબાલ ને ડેટ કરી રહી છે. હવે અભિનેત્રી ને લઈને એક ચોંકાવનારા સમાચાર સામે આવી રહ્યા છે. મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી સિન્હા કથિત બોયફ્રેન્ડ ઝહીર ઇકબાલ સાથે 23 જૂને લગ્ન કરી શકે છે. રિપોર્ટ મુજબ કપલ ના લગ્ન ખાનગી હશે જેમાં માત્ર સિલેક્ટેડ ગેસ્ટ જ હાજરી આપશે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો: Kangana ranaut: સંસદ માં આ રીતે પોતાના કો સ્ટાર ચિરાગ પાસવાન ને મળી કંગના રનૌત, વિડીયો થયો વાયરલ

સોનાક્ષી સિન્હા ના લગ્ન માં આવનાર મેહમાનો ની સૂચિ 

મીડિયા રિપોર્ટ મુજબ સોનાક્ષી અને ઝહીર ના લગ્ન માં વેબ સિરીઝ હીરામંડી ની સમગ્ર કાસ્ટ ને આમંત્રણ આપવામાં આવ્યું છે. આ ઉપરાંત આ લગ્ન માં સલમાન ખાન ના પરિવાર ને પણ આમંત્રણ આપવામાં આવ્યું છે. જો કે હજુ સુધી સોનાક્ષી ને ઝહીર ના લગ્નને લઈને કોઈ સત્તાવાર પુષ્ટિ થઈ નથી.


તમને જણાવી દઈએ કે સોનાક્ષી અને ઝહીર ની પહેલી મુલાકાત સલમાન ખાન ની એક પાર્ટી દરમિયાન થઇ હતી. બંને આ પાર્ટી માં મિત્ર બન્યા અને મિત્રતા પ્રેમ માં બદલાઈ ગઈ. સોનાક્ષી અને ઝહીરે ડબલ એક્સએલ નામની ફિલ્મમાં પણ સાથે કામ કર્યું હતું. વર્ષો સુધી એકબીજાને ડેટ કર્યા બાદ ગયા વર્ષે જ બંનેએ સોશિયલ મીડિયા પર દુનિયા સમક્ષ પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો. 

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

R. Madhavan: શું આર. માધવન પાસે છે વરસાદ લાવવાની શક્તિ? ‘ધુરંધર’ ના સેટ પર બની એવી ઘટના કે આખી યુનિટ આશ્ચર્યમાં મુકાઈ ગઈ
Rohit Shetty Security Update: રોહિત શેટ્ટીના સેટ પર ‘નો એન્ટ્રી’: ફાયરિંગની ઘટના બાદ સુરક્ષામાં ધરખમ વધારો, આર્ટિસ્ટોએ કરાવવું પડશે રજીસ્ટ્રેશન
KSBKBT 2 Spoiler: KSBKBT 2 માં મોટો ટ્વિસ્ટ: મિહિર વિરાણીનો જીવલેણ અકસ્માત!વિરાણી પરિવારના અસ્તિત્વને બચાવવા તુલસી બનશે બિઝનેસ વુમન
Dhurandhar: પાકિસ્તાનમાં પ્રતિબંધ છતાં ‘ધુરંધર’ નો દબદબો: નેટફ્લિક્સ પર નંબર 1 પર ટ્રેન્ડ કરી રહી છે ફિલ્મ, લોકો થયા આદિત્ય ધરના ફેન
Exit mobile version