News Continuous Bureau | Mumbai
એસએસ રાજામૌલીના નિર્દેશનમાં બનેલી ફિલ્મ આરઆરઆર બોક્સ ઓફિસ પર સારી કમાણી કરી રહી છે. રામ ચરણ, જુનિયર એનટીઆર, આલિયા ભટ્ટ અને અજય દેવગણ અભિનીત ફિલ્મ આરઆરઆર પણ દર્શકોને ખૂબ પસંદ છે.ફિલ્મની સફળતા પછી, ચાહકો ફિલ્મ સાથે જોડાયેલી વધુ અને વધુ વસ્તુઓ જાણવા માંગે છે અને આ દરમિયાન એક સમાચાર એવા પણ સામે આવ્યા છે કે કેટરિના કૈફની બહેન ઈસાબેલ કૈફને પણ RRR ઓફર કરવામાં આવી હતી પરંતુ તેણે તેને નકારી કાઢી હતી.
હકીકતમાં, જ્યારે આખી વાર્તા ફિલ્મમાં રામ ચરણ અને જુનિયર એનટીઆરની આસપાસ ફરે છે, ત્યારે ફિલ્મમાં અજય-આલિયા સાથે ઓલિવિયા મોરિસનું એક મહત્વપૂર્ણ પાત્ર હતું. ઓલિવિયા મોરિસે આ ફિલ્મમાં જુનિયર એનટીઆરના પ્રેમની ભૂમિકા ભજવી હતી, જેને દર્શકોએ ખૂબ પસંદ કરી હતી. પરંતુ શું તમે જાણો છો કે આ પાત્ર કેટરીના કૈફની બહેન ઈસાબેલ કૈફને ઓફર કરવામાં આવ્યું હતું, જેને તેણે ફગાવી દીધું હતું.એક મીડિયા હાઉસ ના અહેવાલ મુજબ, RRR નિર્માતાઓએ ઓલિવિયાના રોલ માટે સૌપ્રથમ કેટરીનાની બહેન ઈસાબેલનો સંપર્ક કર્યો હતો, પરંતુ અભિનેત્રીએ ભૂમિકા નકારી કાઢી હતી. રિપોર્ટ અનુસાર, ઈસાબેલે આ પાત્રને ના પાડી કારણ કે તે ફિલ્મની સ્ક્રિપ્ટ અને ફિલ્મની વિગતો જાણવા માંગતી હતી. જણાવી દઈએ કે ઈસાબેલે સૂરજ પંચોલી સાથેની ફિલ્મ 'ટાઈમ ટુ ડાન્સ'થી બોલિવૂડમાં ડેબ્યુ કર્યું હતું.
આ સમાચાર પણ વાંચો : ટીવી અભિનેતા કરણ કુન્દ્રા ના હાથ લાગી બોલિવૂડ ફિલ્મ, અક્ષય કુમાર ની આ અભિનેત્રી સાથે કરશે રોમાન્સ! જાણો વિગત
નોંધનીય છે કે RRR બોક્સ ઓફિસ પર સારો દેખાવ કરી રહી છે. આ ફિલ્મ દર્શકોની સાથે ક્રિટિક્સ દ્વારા પણ પસંદ કરવામાં આવી રહી છે. RRR દક્ષિણની તે ફિલ્મોમાંની એક બની ગઈ છે, જેને હિન્દી બેલ્ટના દર્શકોએ ઘણો પ્રેમ આપ્યો છે.જણાવી દઈએ કે ફિલ્મના હિન્દી વર્ઝને અત્યાર સુધીમાં 74.50 કરોડની કમાણી કરી લીધી છે, એટલે કે આ ફિલ્મ ટૂંક સમયમાં 100 કરોડ ની ક્લબમાં સામેલ થઈ જશે.