News Continuous Bureau | Mumbai
Ishaan khatter: બોલિવૂડ એક્ટર ઈશાન ખટ્ટર જાહ્નવી કપૂર ની ડેબ્યુ ફિલ્મ ધડક માં જોવા મળ્યો હતો. ત્યારબાદ તે અનન્યા પાંડે સાથે ફિલ્મ ખાલી પીલી માં જોવા મળ્યો હતો.બન્ને ફિલ્મો એ બોક્સ ઓફિસ પર ખાસ કમાલ નહોતી દેખાડી પરંતુ બન્ને ફિલ્મો માં અભિનેતા ઈશાન ખટ્ટર ના અભિનય ની પ્રશંસા થઇ હતી. . શાહિદ કપૂર નો નાનો ભાઈ ઈશાન ખટ્ટર તેની પ્રોફેશનલ લાઈફ ની સાથે સાથે તેની લવલાઈફ ને લઈ ને પણ ચર્ચા માં રહે છે.તાજેતરમાં એવી અફવા હતી કે અનન્યા પાંડે સાથે બ્રેકઅપ થયા બાદ ઈશાન ખટ્ટરને ફરી પ્રેમ મળી ગયો છે અને તે ચાંદની બેન્ઝને ડેટ કરી રહ્યો છે, જે વ્યવસાયે મોડલ છે અને મલેશિયાની છે. જો કે આ બન્ને એ પોતાના રિલેશનશિપ પર કદી ખુલી ને વાત કરી નથી. પરંતુ બન્ને ની સામે આવેલી તસવીરો એ તેમના રિલેશનશિપ ને કન્ફર્મ કરી રહી છે.
હાથ માં હાથ નાખી સાથે જોવા મળ્યા ઈશાન ખટ્ટર અને ચાંદની બેન્ઝ
હાલમાં જ ઈશાન ખટ્ટર મુંબઈ શહેરમાં તેની કથિત ગર્લફ્રેન્ડ ચાંદની સાથે જોવા મળ્યો હતો. ઈશાન અને ચાંદની એક પાર્ટીમાં હાજરી આપી ને એકસાથે બહાર આવ્યા હતા અને જતા સમયે બન્ને હાથ માં હાથ નાખી ચાલતા જોવા મળ્યા હતા. ખાસ વાત એ છે કે આ પાર્ટી માં ઈશાન ખટ્ટરનો મોટો ભાઈ શાહિદ કપૂર પણ જોવા મળ્યો હતો.ઈશાન ખટ્ટરે તરત જ તેની કથિત ગર્લફ્રેન્ડને કારમાં બેસાડી, તે પછીથી પાપારાઝી માટે પોઝ આપતો જોવા મળ્યો હતો. જતા પહેલા તેણે કેટલાક ચાહકો સાથે વાત પણ કરી હતી.
ઈશાન ખટ્ટર ની આવનારી ફિલ્મો
ઈશાન ખટ્ટરે ફિલ્મ ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’ સાથે અભિનયની શરૂઆત કરી હતી,ત્યારબાદ તે રોમેન્ટિક ડ્રામા ‘ધડક’ માં જોવા મળ્યો હતો. ત્યારબાદ ઈશાન ખટ્ટર ‘અ સુટેબલ બોય’, ખાલી પીલી અને ફોન ભૂત સહિત ની કેટલીક ફિલ્મોમાં જોવા મળ્યો હતો. તેણે આગામી ફિલ્મ પીપ્પા નું શૂટિંગ પૂર્ણ કરી લીધું છે અભિનેતા આગામી Netflix સિરીઝ ‘ધ પરફેક્ટ કપલ’માં પણ મહત્વની ભૂમિકા ભજવી રહ્યો છે.
આ સમાચાર પણ વાંચો : Dipika kakar son: દીપિકા કક્કર એ બતાવ્યો તેના પુત્ર રુહાન નો ચહેરો, શોએબ ઇબ્રાહિમે પોસ્ટ શેર કરી કહી આ વાત
