Site icon

Ishaan Khatter: નાની ઉંમરે મોટી સફળતા! ઈશાન ખટ્ટરે સપનાની નગરી મુંબઈમાં વસાવ્યું નવું ઘર, પાલી હિલના આ લક્ઝરી એપાર્ટમેન્ટની કિંમત જાણીને તમે પણ કહેશો- ‘વાહ!

Ishaan Khatter: બોલિવૂડ અભિનેતા અને શાહિદ કપૂરના ભાઈ ઈશાન ખટ્ટરે મુંબઈના સૌથી મોંઘા ગણાતા વિસ્તારમાં નવું આશિયાનું ખરીદ્યું છે, જે અનેક દિગ્ગજ સિતારાઓનું નિવાસસ્થાન છે.

Ishaan Khatter Buys Luxury Apartment in Mumbai’s Pali Hill for Rs 29 Crore

Ishaan Khatter Buys Luxury Apartment in Mumbai’s Pali Hill for Rs 29 Crore

News Continuous Bureau | Mumbai

Ishaan Khatter: બોલિવૂડના ઉભરતા સ્ટાર ઈશાન ખટ્ટરે તાજેતરમાં પોતાની ફિલ્મ ‘હોમબાઉન્ડ’ માં શાનદાર અભિનયથી દર્શકોના દિલ જીતી લીધા હતા. અભિનયમાં સફળતા મેળવ્યા બાદ હવે ઈશાન પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. ઈશાને સપનાની નગરી મુંબઈના સૌથી પોશ ગણાતા પાલી હિલ વિસ્તારમાં એક લક્ઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યું છે. આ નવું ઘર ખરીદ્યા બાદ ઈશાન હવે અનેક મોટા બોલિવૂડ સેલેબ્સનો પાડોશી બની ગયો છે.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Box Office Battle: રિલીઝ પહેલા જ રમત બગડી! ‘ટોક્સિક’ ના કારણે ‘ધુરંધર 2’ ના બિઝનેસ પર સંકટ, શું સાઉથમાં રણવીર સિંહનો જાદુ નહીં ચાલે?

29 કરોડથી વધુની કિંમતમાં ખરીદ્યો આલીશાન એપાર્ટમેન્ટ

રિયલ એસ્ટેટ ના અહેવાલ મુજબ, ઈશાન ખટ્ટરે આ શાનદાર એપાર્ટમેન્ટ ખરીદવા માટે અંદાજે 29.37 કરોડ રૂપિયાનો મોટો ખર્ચ કર્યો છે. આ નવું ઘર પાલી હિલના પ્રખ્યાત નવરોઝ એપાર્ટમેન્ટમાં આવેલું છે. આ સોદો 5 ફેબ્રુઆરીના રોજ ફાઈનલ કરવામાં આવ્યો હતો. ઈશાને આ પ્રોપર્ટી માટે માત્ર સ્ટેમ્પ ડ્યુટી અને રજિસ્ટ્રેશન ચાર્જ તરીકે જ 1.76 કરોડ રૂપિયા જેવી માતબર રકમ ચૂકવી છે, જે આ ઘરની ભવ્યતાનો પુરાવો આપે છે. ઈશાન ખટ્ટરનો આ નવો એપાર્ટમેન્ટ અંદાજે 2,989.05 સ્ક્વેર ફૂટમાં ફેલાયેલો છે. આ એપાર્ટમેન્ટ તમામ અત્યાધુનિક સુવિધાઓ અને લક્ઝરીથી સજ્જ છે. પાલી હિલ વિસ્તાર તેની પ્રાઈવસી અને હાઈ-પ્રોફાઈલ લાઈફસ્ટાઈલ માટે જાણીતો છે, જે બોલિવૂડ કલાકારોની પહેલી પસંદ રહ્યો છે. ઈશાને આ પ્રોપર્ટી કપિલ એમ. મહેતાની પાસેથી ખરીદી છે. જોકે, આ પ્રોપર્ટી અંગે હજુ સુધી ઈશાન ખટ્ટરે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કર્યું નથી.


બાંદ્રામાં આવેલું પાલી હિલ વર્ષોથી ફિલ્મી સિતારાઓનું મનપસંદ રહેણાંક વિસ્તાર રહ્યું છે. આ વિસ્તારમાં આમિર ખાન, શાહરૂખ ખાન, રણબીર કપૂર, આલિયા ભટ્ટ અને સંજય દત્ત જેવા દિગ્ગજોના ઘર અથવા પ્રોપર્ટી આવેલી છે. હવે આ લિસ્ટમાં ઈશાન ખટ્ટરનું નામ પણ જોડાઈ ગયું છે. પ્રાઇમ લોકેશન અને સારી કનેક્ટિવિટીને કારણે આ વિસ્તાર હાઈ-નેટ-વર્થ વ્યક્તિઓ માટે હંમેશા આકર્ષણનું કેન્દ્ર રહ્યો છે.

(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)

Urfi Javed Dhurandhar 2 Video: ઉર્ફી પર ચઢ્યો રણવીર સિંહનો રંગ! ‘ધુરંધર 2’ નો સીન જોઈને ઉર્ફી જાવેદે પણ દેખાડી પોતાની અદાઓ, જુઓ આ વાયરલ વીડિયો.
Ajay Devgn Bhola Legal Case: કાયદાકીય સંકટમાં અજય દેવગણ! ‘ભોલા’ ફિલ્મને લઈને હાઈકોર્ટમાં કેસ દાખલ
Saba Azad Health Update: હૃતિક રોશનની લેડી લવ સબા આઝાદની તબિયત લથડી! ગંભીર બીમારીમાં માત્ર 14 દિવસમાં 4 કિલો વજન ઘટ્યું, તસવીરો જોઈ ફેન્સ ચિંતિત
Ramayana Update: ‘રામાયણ’નો ફર્સ્ટ લુક રિલીઝ કરવા માટે પસંદ કરવામાં આવ્યો આ ખાસ દિવસ, મેકર્સના નિર્ણયથી ચાહકો ખુશખુશાલ
Exit mobile version