ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 5 ઑગસ્ટ, 2021
ગુરુવાર
બૉલિવુડની ફિલ્મો તેમ જ ગીતોના દીવાના ફક્ત ભારતમાં જ નહીં, પરંતુ વિશ્વભરમાં છે. ફૉરેનર્સ ઘણી વાર હિન્દી ગીતો પર ડાન્સ કરતા જોવા મળે છે. આવો જ એક નજારો ટોકિયો ઑલિમ્પિક 2020માં ઇઝરાયલના ખેલાડીઓ તરફથી જોવા મળ્યો. ઇઝરાયલના તરવૈયાઓની એક ટીમે બૉલિવુડ ટ્રૅક પર પોતાનું પર્ફોર્મન્સ આપ્યું. આ વીડિયો અત્યારે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં ઇઝરાયલના તરવૈયા માધુરી દીક્ષિતનું ગીત ‘આજા નચલે…’ પર ગ્રેસફુલી પર્ફોર્મ કરતા જોવા મળી રહ્યા છે. બૉલિવુડનું આ હિટ ગીત પર્ફોર્મન્સ સોશિયલ મીડિયા પર લોકો દ્વારા પસંદ કરવામાં આવી રહ્યું છે. કેટલાક યુઝર્સે વીડિયોને શૅર કરતાં એની પ્રશંસા કરી છે. એક યુઝરે આ વીડિયોને ટ્વીટ કરતાં લખ્યું છે કે ‘આ માટે ટીમ ઇઝરાયલને ખૂબ ખૂબ ધન્યવાદ’.
માધુરીના ગીતનો જાદુ ટોકિયો ઑલિમ્પિક 2020માં પહોંચ્યો; જાણો વિગત#Tokyo2020 #TokyoOlympics #Swimming #bollywood #MadhuriDixit #song #TokyoOlympics2020 pic.twitter.com/kI1kGlEWrx
— news continuous (@NewsContinuous) August 5, 2021