News Continuous Bureau | Mumbai
Emergency controversy: કંગના રનૌત ની ફિલ્મ ઇમર્જન્સી વિવાદો માં ઘેરાયેલી છે, સેન્સર બોર્ડ એ આ ફિલ્મ ને કોઈ સર્ટિફિકેટ આપ્યું નથી.ફિલ્મ ની લીડ અભિનેત્રી કંગનાએ કહ્યું હતું કે જો તેની ફિલ્મના અનકટ વર્ઝનને મંજૂરી નહીં મળે તો તે કાનૂની કાર્યવાહી કરશે. તેવામાં ગઈકાલે જબલપુર હાઇકોર્ટ એ ફિલ્મ સાથે જોડાયેલા તમામ પક્ષકારો, મણિકર્ણિકા પ્રોડક્શન્સ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સેન્સર બોર્ડ અને અન્યને નોટિસ પાઠવી છે. એટલું જ નહીં સેન્સર બોર્ડ પાસેથી પણ જવાબ માંગવામાં આવ્યો છે.
આ સમાચાર પણ વાંચો: Kalki 2898 ad: કલ્કિ 2898 એડી સાથે છે સ્ત્રી 2 ના સરકટા નો સંબંધ, અમિતાભ બચ્ચન અને પ્રભાસ ની ફિલ્મ માં ભજવી હતી આ ભૂમિકા
મધ્ય પ્રદેશ ની જબલપુર હાઇકોર્ટે આપ્યો આ નિર્દેશ
બાર એન્ડ બેન્ચે તેમના સોશિયલ મીડિયા પર લખ્યું, ‘મધ્ય પ્રદેશ હાઈકોર્ટે કેન્દ્રને સ્પષ્ટતા કરવા કહ્યું કે અભિનેત્રી કંગના રનૌતની ફિલ્મ ઇમર્જન્સી ને હજી પ્રમાણિત કરવામાં આવી છે કે નહીં. હાઈકોર્ટે PIL પર નોટિસ જારી કરી હતી જેમાં આરોપ છે કે ફિલ્મમાં શીખ સમુદાયને ખોટી રીતે બતાવવામાં આવ્યો છે.’હવે આ મામલે ફરી 3 સપ્ટેમ્બરે સુનાવણી થશે.
BREAKING – Madhya Pradesh High Court asks Centre to clarify if actor Kangana Ranaut’s film #Emergency has been certified yet or not. HC issues notice on PIL alleging that #Sikh community has been shown in bad light in the movie. pic.twitter.com/59cXVU3MaR
— Bar and Bench (@barandbench) September 2, 2024
તમને જણાવી દઈએ કે, જબલપુર હાઈકોર્ટે 2 સપ્ટેમ્બરે અરજી પર સુનાવણી કરતા કોર્ટે કંગનાના મણિકર્ણિકા પ્રોડક્શન્સ, કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર, સેન્સર બોર્ડ અને અન્ય સહિત ફિલ્મ સાથે સંબંધિત તમામ પક્ષકારોને નોટિસ મોકલી છે, જ્યારે બીજી તરફ જબલપુર હાઈકોર્ટે આ મામલે CBFC પાસેથી જવાબ પણ માંગ્યો છે.
(News Continuous brings you all the latest breaking news, viral trends and information from the social media world, including Twitter, Instagram and Youtube. The above post is embedded directly from the user’s social media account and News Continuous Staff may not have modified or edited the content body. The views and facts appearing in the social media post do not reflect the opinions of News Continuous, also News Continuous does not assume any responsibility or liability for the same.)