ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
19 ફેબ્રુઆરી 2021
બોલિવૂડ એક્ટર જેકી શ્રોફની દીકરી અને ટાઇગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફ ફિલ્મો સાથે જોડાયેલા ન હોવા છતાં તેની ફેન ફોલોવિંગ કોઈ અભિનેત્રીથી ઓછી નથી. કૃષ્ણા સોશિયલ મીડિયા પર ઘણી જ એક્ટિવ રહે છે અને આવાર નવાર તે તેની બોલ્ડ તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરતી રહે છે.
હાલમાં કૃષ્ણા આવા જ કારણથી ચર્ચામાં છે તેણે તેનાં ઇન્સ્ટાગ્રામ પર બોલ્ડ તસવીર શેર કરી હતી, જેમાં તે એકદમ હોટ અને ગ્લેમરસ લાગી રહી છે. કૃષ્ણાના આ ફોટો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઈ રહ્યા છે
ખૂબ જ બોલ્ડ દેખાઈ રહી છે. કૃષ્ણાએ આ ફોટામાં કાળા રંગની બિકીની પહેરી છે, જેમાં તે પોતાની પરફેક્ટ ફીગર અને તેના શરીર પર કરાવેલા ટેટૂને ફ્લોન્ટ કરી રહી છે. કૃષ્ણાના ચાહકો તેની આ તસવીરો જોઇને તેને ફિલ્મોમાં કામ કરવાની સલાહ આપી રહ્યા છે.
કૃષ્ણાએ તાજેતરમાં જ તેનો 28 મો જન્મદિવસ ઉજવ્યો હતો. તેના જન્મદિવસના પ્રસંગે પણ કૃષ્ણાએ ઈન્સ્ટાગ્રામ પર બિકીની ફોટો શેર કર્યા હતા, જેમાં તે અરીસાની સામે ફોટો ક્લિક કરતી જોવા મળી હતી.આપણે જણાવી દઈએ કે કૃષ્ણા પોતાના અંગત જીવનને લઈને હેડલાઇન્સમાં રહે છે.