Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ પ્રત્યે પોતાની દિલ ની વાત વ્યક્ત કરતા સુકેશ ચંદ્રશેખરે ફરી લખ્યો લવ લેટર, જાણો મહાઠગ એ પત્ર માં શું લખ્યું છે.

Jacqueline fernandez: મહાઠગ સુકેશ ચંદ્રશેખર અવારનવાર બોલિવૂડ અભિનેત્રી જેકલીન ને લવ લેટર મોકલતો રહે છે.હવે ફરી એકવાર સુકેશે જેકલીન ને એક પત્ર મોકલ્યો છે, જેમાં તેણે અભિનેત્રી પર પોતાનો પ્રેમ વરસાવ્યો છે.

jacqueline fernandez gets letter from conman sukesh chandrashekhar

News Continuous Bureau | Mumbai 

Jacqueline fernandez: જેકલીન ફર્નાન્ડિઝ નું નામ મહાઠગ સુકેશ ચંદ્રશેખર  સાથે જોડાયેલું છે. ત્યરબાદ થી જેકલીન કાનૂની મુશ્કેલી માં મુકાઈ ગઈ છે. સુકેશ હાલ જેલમાં બંધ છે તેમછતાં તે જેલમાંથી અભિનેત્રી જેકલીન ને લવલેટર મોકલતો રહે છે અને પોતાનો પ્રેમ વ્યક્ત કરતો રહે છે. સુકેશે ફરી એકવાર અભિનેત્રી માટે પત્ર લખ્યો છે. વેલેન્ટાઈન ડેના અવસર પર સુકેશ ચંદ્રશેખરે જેકલીન ફર્નાન્ડીઝ માટે એક પત્ર લખ્યો છે. આ પત્રમાં સુકેશ જેકલીન માટે ઘણું કહેતો જોવા મળે છે અને તેની સાથે તેણે અભિનેત્રી માટે એક ખાસ ગીત પણ સમર્પિત કર્યું છે. 

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : Amitabh bachchan: જલસા ની બહાર ચાહકો ની ભીડ જોઈ ભાવુક થયા અમિતાભ બચ્ચન, વિડીયો શેર કરી ફેન્સ માટે કહી મોટી વાત

 

જેકલીન માટે સુકેશે લખ્યો પત્ર 

સુકેશ ચંદ્રશેખરે જેકલીન પ્રત્યે પોતાના દિલ ની લાગણી વ્યક્ત કરતા પત્ર માં લખ્યું, ‘વેલેન્ટાઈન ડેના આ સુંદર અને ખાસ દિવસે હું તને કહું છું કે હું તને પાગલપણે પ્રેમ કરું છું અને તું મારા હૃદયની ધડકન છે. કારણ. વેલેન્ટાઈન વીકના પહેલા દિવસથી, દરેક સેકન્ડે હું તને યાદ કરું છું, હું ફક્ત તારા વિશે જ વિચારું છું. આ આપણો  બીજો વેલેન્ટાઈન છે જે આપણે એકબીજાથી ઘણા દૂર છીએ પરંતુ હવે આવું નહીં થાય. આ આપણું વર્ષ છે, જે આપણી આસપાસની તમામ નકારાત્મકતાઓ અને અવરોધોને તોડી નાખશે. આ સમય દરમિયાન આપણી  વચ્ચે કેટલીક વસ્તુઓ થઈ, ઘણા લોકો જેમને આપણે તે દરમિયાન ઓળખતા હતા. તેઓને આપણી વચ્ચે કંઈક ખોટું થતું જોવામાં મજા આવી રહી હતી, ખાસ કરીને જેને હું “ગોલ્ડ ડિગર” કહું છું જે આપણી સાથે મજા માણી રહ્યો હતો અને ડાન્સ કરી રહ્યો હતો. મને પરોક્ષ રીતે સંદેશો પણ મોકલ્યો હતો, મને તમારી વિરુદ્ધ ઉશ્કેર્યો હતો, પરંતુ એવું લાગે છે કે ગોલ્ડ ડીગર ને ખ્યાલ ન હતો કે હું તે લોકોમાંનો નથી કે જેને તે ફસાવવા માટે જાણે છે.’

આ સિવાય સુકેશે તેના પત્ર માં ઘણું લખ્યું છે. 

 

Kumar Sanu : કુમાર સાનુ આરપારના મૂડમાં! એક્સ વાઈફ રીતા ભટ્ટાચાર્યને ફટકારી લીગલ નોટિસ, બદનક્ષી બદલ માંગી અધધ આટલી રકમ
Dhurandhar’ Success: ધુરંધર હિટ રહેતા અક્ષય ખન્ના ગદગદ: ‘રહેમાન ડકૈત’ના રોલને મળેલા પ્રેમ બદલ એક્ટરે વ્યક્ત કરી ખુશી, જાણો શું કહ્યું?
The Great Indian Kapil Show Season 4 Teaser: કપિલના મંચ પર ‘દેશી ગર્લ’નો દબદબો! ચોથી સીઝનના પહેલા જ એપિસોડમાં પ્રિયંકા ચોપરા કરશે ધમાલ, જુઓ વાયરલ ઝલક
Ikkis: ધર્મેન્દ્રના ફેન્સ માટે માઠા સમાચાર: ‘ઇક્કીસ’ની રિલીઝ ડેટ લંબાવાઈ, જાણો મેકર્સે કેમ લેવો પડ્યો આ મોટો નિર્ણય?
Exit mobile version