ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
18 માર્ચ 2021
જેકલીન સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અવારનવાર સોશિયલ મીડિયા પર તેના ફોટોઝ અને વીડિયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. અભિનેત્રી ઘણી વખત તેના બોલ્ડ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.
બોલિવૂડ એક્ટ્રેસ જેક્લીન ફર્નાન્ડિસે ફરી એક વખત સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી દીધી છે. હાલમાં જ જેકીએ તેની હોટ ટોપલેસ તસવીર શેર કરી છે. આ તસવીરમાં જેકી ટોપલેસ થઈને પોઝ આપી રહી છે.
જેકીની આ તસવીર જોયા બાદ ફેન્સના દિલના ધબકારા વધી ગયા છે અને ફેન્સ ખૂબ કમેન્ટ્સ કરી રહ્યાં છે. માત્ર એક્ટ્રેસના ફેન્સ જ નહીં પરંતુ તેના સેલિબ્રિટીઝ ફ્રેન્ડ્સ પણ તસવીર પર કમેન્ટ્સ કરી રહ્યાં છે.
આ પહેલાં પણ તેણે પોતાના ટોપલેસ ફોટોથી સોશિયલ મીડિયા પર આગ લગાવી હતી. અગાઉ તેણે ઈન્સ્ટાગ્રામ પર 46 મિલિયન (4.6 કરોડ) ફોલોઅર્સ થવા પર ગ્લેમરસ ફોટો શેર કરીને ફેન્સનો આભાર માન્યો હતો.
વર્ક ફ્રન્ટ ની વાત કરીએ તો હાલ જેકલીન પાસે ઘણી સારી ફિલ્મો છે. તે અક્ષય કુમાર સાથે બચ્ચન પાંડેમાં જોવા મળશે.