Site icon

મહાઠગ સુકેશ સાથે લગ્ન કરવા માંગતી હતી જેકલીન ફર્નાન્ડીઝ -બોલિવૂડ ના આ સુપરસ્ટાર્સ ને કારણે તે બચી ગઈ 

News Continuous Bureau | Mumbai

બોલિવૂડ એક્ટ્રેસ(Bollywood actress) જેકલીન ફર્નાન્ડિઝ(Jacqueline Fernandez) આજકાલ ચર્ચાનો વિષય છે. જેકલીન રૂ. 200 કરોડના ખંડણી કેસના(Extortion case) મુખ્ય આરોપી સુકેશ ચંદ્રશેખર(Sukesh Chandrasekhar) સાથેના તેના સંબંધોને કારણે હેડલાઇન્સમાં છે. આ મામલાની તપાસ કરી રહેલી EOWએ ભૂતકાળમાં ઘણા મોટા ખુલાસા કર્યા હતા. તે જ સમયે, સમાચાર આવી રહ્યા છે કે જેકલીન સુકેશ ચંદ્રશેખર સાથે લગ્નની યોજના બનાવી રહી હતી. રિપોર્ટ્સમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે જેકલીને બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર અને સલમાન ખાનને(Akshay Kumar and Salman Khan) કહ્યું હતું કે તે સુકેશ સાથે લગ્ન કરવા માંગે છે. જો કે, બંને કલાકારોએ સુકેશ સામે જેકલીનને સાવધાન પણ કરી હતી.

Join Our WhatsApp Community

આ સમાચાર પણ વાંચો : દીપિકા પાદુકોણ-કૃતિ સેનન પાસેથી સાઉથ ની આ સુંદર અભિનેત્રીએ છીનવી આશિકી 3-કાર્તિક આર્યન સાથે જમાવશે જોડી 

રિપોર્ટ અનુસાર તપાસ માટે બનેલી ટીમમાં સામેલ એક વરિષ્ઠ પોલીસ અધિકારીએ આ વાતનો ખુલાસો કર્યો છે. અધિકારીએ કહ્યું, "જેકલીનને તેના સહ કલાકારોએ સુકેશ સાથે સાવચેત રહેવાની સલાહ આપી હતી, પરંતુ અભિનેત્રીએ સુકેશને મળવાનું ચાલુ રાખ્યું હતું અને ઘણી મોંઘી ભેટો લીધી હતી."આટલું જ નહીં, એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટે (Enforcement Directorate) તેની ચાર્જશીટમાં એમ પણ કહ્યું કે જેકલીન ફર્નાન્ડિઝે જાણીજોઈને સુકેશ ચંદ્રશેખરના ગુનાહિત ભૂતકાળની અવગણના કરી અને સુકેશ સાથે નાણાકીય વ્યવહાર (Financial transactions) કરવાનો નિર્ણય લીધો. EDએ એવો પણ દાવો કર્યો હતો કે માત્ર જેકલીન જ નહીં, પરંતુ તેના પરિવારના સભ્યો અને મિત્રોને પણ આ સંબંધથી આર્થિક ફાયદો થયો હતો.

 

KSBKBT 2 Spoiler: કયુંકી….. ના વિરાણી પરિવાર પર સંકટ, મિહિર અને તુલસી ના સંબંધ માં આવશે તિરાડ! જાણો શો
Bhool Bhulaiyaa 4 Confirmed: ‘રૂહ બાબા’ ઇઝ બેક,અનીસ બઝ્મીએ ‘ભૂલ ભુલૈયા 4’ ની કરી જાહેરાત, કાર્તિક આર્યન લીડ રોલમાં
Haq: ‘હક’ પર સંકટ! ઇમરાન હાશ્મી અને યામી ગૌતમ ની ફિલ્મ પર રિલીઝ પહેલા જ મોટો વિવાદ, જાણો સમગ્ર મામલો
Shahrukh khan Reveals First Look of ‘King’ as Birthday Gift to Fans
Exit mobile version