News Continuous Bureau | Mumbai
એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ બોલિવૂડ અભિનેત્રી જેકલીન ફર્નાન્ડીઝને (Jacqueline fernandez )મોટો ઝટકો આપ્યો છે. મની લોન્ડરિંગ કેસનો(money laundering case) સામનો કરી રહેલી જેકલીને વિદેશ જવા માટે કોર્ટ પાસે પરવાનગી (court permission)માંગી હતી, પરંતુ EDએ તેને જુઠ્ઠું બોલતા પકડી પાડી હતી. પછી બન્યું એવું કે, જેકલીને કોર્ટમાં પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે જેકલીને નેપાળમાં (Nepal)આયોજિત થનારી સલમાન ખાનની ઈવેન્ટ 'ધ બેંગ' ટૂરનો એક ભાગ જણાવીને વિદેશ જવાની પરવાનગી માંગી હતી.
200 કરોડની છેતરપિંડી મામલે ED સુકેશ ચંદ્રશેખરની (Sukesh chandran)તપાસ કરી રહી છે. આ કેસમાં જેકલીન ફર્નાન્ડીઝનું (Jacqueline fernandez )નામ પણ છે. આરોપ છે કે તે સુકેશની મહિલા મિત્ર છે અને સુકેશે તેને 10 કરોડની મોંઘી ભેટ આપી હતી. હવે મની લોન્ડરિંગના કેસમાં ફસાયા બાદ જેકલીનનો પાસપોર્ટ જપ્ત કરવામાં આવ્યો છે અને તેને વિદેશ જવાની મંજૂરી નથી. પ્રાપ્ત માહિતી અનુસાર, જેકલીને તાજેતરમાં જ દિલ્હીની એક કોર્ટમાં (Delhi court) વિદેશ જવાની પરવાનગી માંગી હતી પરંતુ જુઠ્ઠાણું સામે આવતાં તેણે પોતાની અરજી પાછી ખેંચી લીધી હતી.જેક્લિને કોર્ટમાં રજૂ કરેલા પત્રમાં ઈન્ટરનેશનલ ઈન્ડિયન ફિલ્મ એકેડમી (IIFA) એવોર્ડ્સ અને અન્ય મહત્વપૂર્ણ ઈવેન્ટ્સના નામે વિદેશ જવાની પરવાનગી માંગી હતી. કહ્યું કે તેને અબુ ધાબી (Abu Dhabi), ફ્રાન્સ અને નેપાળ (Nepal) જવાની મંજૂરી આપવા માં આવે.
આ સમાચાર પણ વાંચો : નેશનલ ક્રશ રશ્મિકા મંદન્નાએ આ કન્નડ અભિનેતા સાથે કરી હતી સગાઇ, 14 મહિના બાદ થયા રસ્તા અલગ, જાણો કારણ
અભિનેત્રીએ કોર્ટને જણાવ્યું હતું કે તેને 17 થી 22 મે દરમિયાન IIFA માટે અબુ ધાબી (UAE) જવાની જરૂર છે. ત્યારપછી કાન્સ ફિલ્મ ફેસ્ટિવલમાં ભાગ લેવા ફ્રાન્સ (France)અને છેલ્લે 27 થી 28 મે દરમિયાન સલમાન ખાનની ઈવેન્ટ ધ-બેંગ ટુરમાં (Salman Khan event The bang tour) ભાગ લેવા માટે નેપાળ (Nepal) જશે. કોર્ટના આદેશ પર, EDએ જેકલીનના કારણોની તપાસ કરી અને જાણવા મળ્યું કે IIFA જૂન સુધી સ્થગિત કરવામાં આવ્યો છે અને તે નેપાળમાં ધ-બેંગ પ્રવાસનો ભાગ નથી. EDએ કોર્ટને જાણ કર્યા બાદ જેકલીનના વકીલોએ અરજી પાછી ખેંચી લીધી હતી.