News Continuous Bureau | Mumbai
વિલ સ્મિથે સોમવારે 94માં એકેડેમી એવોર્ડ્સમાં તેની પત્નીની મજાક ઉડાવવા બદલ કોમેડિયન ક્રિસ રોકને થપ્પડ મારી હતી. દુનિયાભરની સેલિબ્રિટીઓએ આ મામલે પ્રતિક્રિયા આપી છે, પરંતુ જેડા અત્યાર સુધી મૌન હતી. પ્રથમ વખત, વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથે આ બાબતે ઇન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરીને પોતાનું મૌન તોડ્યું હતું.
જેડા એ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર એક પોસ્ટ શેર કરી છે. તે તસવીરમાં લખ્યું હતું કે આ હીલિંગ ની મોસમ છે અને હું અહીં તેના માટે જ છું. જેડા એ અગાઉ તેના ઓસ્કાર લૂકની તસવીરો અને વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા, પરંતુ એવોર્ડ નાઈટમાં પતિ વિલ દ્વારા કોમેડિયન પર મારવામાં આવેલા થપ્પડ અંગે કોઈ ટિપ્પણી કરી ન હતી. હવે મંગળવારે જેડા દ્વારા જે પોસ્ટ શેર કરવામાં આવી છે, જેને થપ્પડ કાંડ સાથે જોડવામાં આવી રહી છે.વાસ્તવમાં, કોમેડિયન ક્રિસ રોકે એવોર્ડ નાઈટ દરમિયાન વિલ સ્મિથની પત્નીના ગંજાપણા ની મજાક ઉડાવી હતી. ક્રિસ રોકે 1997ની ડેમી મૂર ફિલ્મ 'GI જેન'નો ઉલ્લેખ કરતાં કહ્યું કે હવે જેડા GI Gen 2 માટે રાહ જોઈ શકતો નથી. વિલ આનાથી ગુસ્સે થઈ ગયો અને સ્ટેજ પર ગયો અને રોકને થપ્પડ મારી. જોકે બાદમાં તેણે માફી પણ માંગી હતી.
આ સમાચાર પણ વાંચો : થપ્પડકાંડ પર વિલ સ્મિથ એ ક્રિસ રોકની જાહેરમાં માફી માંગી, ગુસ્સે થઇ થપ્પડ મારવાનું આપ્યું આ કારણ; જાણો વિગતે
તમને જણાવી દઈએ કે જેડા એ થોડા વર્ષો પહેલા તેના ટોક શો દરમિયાન જણાવ્યું હતું કે તેને એલોપેસિયા એરેટા નામની બીમારી છે, જે ઓટોઇમ્યુન ડિસઓર્ડર છે. આ રોગમાં માથાના વાળ એક જગ્યાએથી ખરવા લાગે છે. આ જાણ્યા બાદ જ તેણે મુંડન કરાવવા નો નિર્ણય લીધો હતો.