News Continuous Bureau | Mumbai
Jahankilla : 29 નવેમ્બરે રિલીઝ થઈ રહેલી ફિલ્મ પંજાબની શૂરવીરતાની ભાવનાને દર્શાવે છે. જહાંકિલ્લા પંજાબની ગ્રામ્ય પૃષ્ઠભૂમિ પર આધારિત બલિદાન, પ્રેમ, દોસ્તી અને દેશભક્તિની કથા છે. ફિલ્મને વિક્કી કદમે દિગ્દર્શિત કરી છે અને એમાં ગરીબ યુવાન શિંદાની વાત છે જે પોલીસ દળમાં સામેલ થાય છે.
ફિલ્મ વિશે વાત કરતા જોબનપ્રીત સિંહે જણાવ્યું કે, જહાંકિલ્લા ફિલ્મમાં શિંદાની જીવનીને જીવંત કરી રોમાંચ અનુભવી રહ્યો છું. આ દૃઢ સંકલ્પની વાત દર્શકતોને પ્રભાવિત કરશે. ફિલ્મ એવા લોકોની છે જેમણે અગ્નિપરીક્ષાનો મુકાબલો કરવાની સાથે સપના જોવાનો અને એ પૂરા કરવાની હિંમત કરે છે.
જ્યારે ફિલ્મની મુખ્ય અભિનેત્રી અને સિમરનનું પાત્ર ભજવનાર ગુરબાની ગિલે જણાવ્યું કે, આ પાત્ર ભજવવું એ મારા માટે સેલ્ફ-ડિસ્કવરી જેવું રહ્યું છે. એ સાથે ગુરબાનીએ જણાંવ્યું કે, હું આ ફિલ્મનો હિસ્સો બની એ મારા માટે સન્માનની વાત છે. ફિલ્મ પ્રેમ, બલિદાન અને પંજાબની અસ્મિતા – શૂરવીરતાની વાત આલેખે છે.
ફિલ્મ જોયા બાદ દેશના લોકલાડીલા ક્રિકેટર કપિલ દેવે જણાવ્યું કે, જહાંકિલ્લા પંજાબની વીરતાપૂર્ણ ભાવનાનું ફિલ્માંકન વાસ્તવિકતા સાથે મેળ ખાય છે. મારું માનવું છે કે ફિલ્મ મનોરંજનની સાથે પ્રેરણા પણ આપે છે. ફિલ્મ સમાજની સુરક્ષા અને ભલાઈ માટે દિવસ-રાત અથાક પરિશ્રમ કરનારાઓને સમર્પિત છે.
ફિલ્મની વાર્તા શિંદા નામના એક ગરીબ બેફિકરા યુવાનની છે જેને પોતાના ભવિષ્યની ફિકર જ નથી. પણ માતા-પિતાના આગ્રહને કારણે પોલીસ ભર્તીની પરીક્ષા આપે છે અને સિલેક્ટ થાય છે. પરંતુ જ્યાં પોલીસોને ટ્રેનિંગ અપાય છે એ જહાંકિલ્લાના આંતરિક રાજકારણ જોયા બાદ એ એક નિર્ણય લે છે અને એ પૂરો કરવાનો સંઘર્ષ એટલે પ્રેમ-લાગણી-દેશભક્તિનો સમન્વય ધરાવતી ફિલ્મ જહાંકિલ્લા.
વિકી કદમ દિગ્દર્શિત અને સતિંદર કૌર દ્વારા નિર્મિત ફિલ્મમાં જોબનપ્રીત સિંહ અને ગુરબાની મુખ્ય ભૂમિકામાં છે. અન્ય કલાકારો છે જશ્ન કોહલી, જીત સિંહ, આકાશદીપ સિંહ, હરપ્રીત સિંહ, સંદીપ ઓલખ, અભિષેક સૈની, નીલમ હુંદલ અને એકતા.
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.