News Continuous Bureau | Mumbai
ફિલ્મી દુનિયામાંથી એક દુઃખદ સમાચાર સામે આવ્યા છે. સુપ્રસિદ્ધ અભિનેત્રી અને ક્લાસિકલ ડાન્સર બેલા બોઝનું નિધન થયું છે. દિવંગત અભિનેત્રી બેલાએ 20 ફેબ્રુઆરીએ અંતિમ શ્વાસ લીધા હતા. બેલા 79 વર્ષની હતી.બેલા ‘શિકાર’, ‘જીને કી રાહ’ અને ‘જય સંતોષી મા’ જેવી બ્લોકબસ્ટર ફિલ્મોમાં તેના શાનદાર અભિનય માટે જાણીતી હતી. બેલા બહુ-પ્રતિભાશાળી હતી. તેને તેના અભિનય કરતાં ડાન્સ માટે જાણીતી હતી. એવું માનવામાં આવતું હતું કે બેલા સ્ટેજ પર આવતાની સાથે જ એક અલગ જ દુનિયામાં ખોવાઈ જતી. તેણે મણિપુરી શાસ્ત્રીય નૃત્યમાં નિપુણતા મેળવી હતી.
સંઘર્ષ ભર્યું રહ્યું જીવન
બેલા બોઝે એક્ટર અને ફિલ્મ મેકર અસીસ કુમાર સાથે લગ્ન કર્યા હતા. અભિનેત્રી બેલા બોઝનો જન્મ કોલકાતામાં એક સમૃદ્ધ પરિવારમાં થયો હતો. તેના પિતા કાપડના વેપારી હતા અને માતા ગૃહિણી હતી. બેલાના જીવનમાં એક નવો વળાંક આવ્યો જ્યારે બેંક ક્રેશ પછી તેનો પરિવાર દેવાળિયો થઈ ગયો. આ પછી બધા મુંબઈ તરફ વળ્યા. પરંતુ થોડા સમય પછી તેના પિતાનું એક માર્ગ અકસ્માતમાં અચાનક અવસાન થયું. તેના પિતાના મૃત્યુ પછી, બેલાએ તેના પરિવારને ટેકો આપવા માટે ફિલ્મોમાં તેની કારકિર્દી શરૂ કરી. પરંતુ બેલાએ પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો, હાર માની નહીં. બેલા શાળામાં જ એક ડાન્સ ગ્રુપમાં જોડાઈ અને વિવિધ સ્થળોએ પરફોર્મ કરવાનું શરૂ કર્યું.
ભજવતી હતી વેમ્પની ભૂમિકા
સ્કૂલનો અભ્યાસ પૂરો કર્યા પછી બેલાએ ફિલ્મોનો રસ્તો પસંદ કર્યો. 17 વર્ષની ઉંમરે બેલાએ બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. તેની પ્રથમ ફિલ્મ ગુરુ દત્ત સાથેની “સૌતેલા ભાઈ” હતી, જે 1962માં રિલીઝ થઈ હતી. બેલાએ બંગાળી નાટકોમાં જબરદસ્ત અભિનય કર્યો, મોટી હસ્તીઓએ તેના વખાણ કર્યા. જે બાદ તેનું નસીબ બલદાઇ ગયું હતું., તેણે એક પછી એક ઘણી ફિલ્મો કરી. તેણે પોતાની આખી કારકિર્દીમાં 200 થી વધુ ફિલ્મો કરી છે.તેના નેણ-નકશા એટલા શાર્પ હતા કે તેને મોટેભાગે વેમ્પ ની ભૂમિકા મળતી હતી. બેલા હંમેશા તેની અભિનય કૌશલ્યનો શ્રેય બંગાળી નાટકો અને કલાકારોને આપે છે.તમને જણાવી દઈએ કે, બેલા બોઝના પરિવારમાં તેમનો પુત્ર, પુત્રી અને પૌત્ર છે. બેલા બોઝ સોશિયલ મીડિયા પર પણ ખૂબ એક્ટિવ હતી.