શું વાત છે, જેમ્સ બોન્ડની મુવી ના પ્રીમિયર ના સો કરોડ રૂપિયા!!

by Dr. Mayur Parikh

ન્યુઝ કંટીન્યુઝ બ્યુરો.

મુંબઈ, 20 એપ્રિલ 2021.

મંગળવાર.

   'માય નેમ ઇસ બોન્ડ, જેમ્સ બોન્ડ' ઘણા વર્ષો થઈ ગયા હશે નહિ ડાયલોગ સાંભળ્યાને!! જેમ્સ બોન્ડના ચાહકોના ઇંતેજાર હવે ખતમ થવાના આરે છે. જેમ્સ બોન્ડ સિરિઝની નવી ફિલ્મ આવી રહી છે. જેમ્સ બોન્ડ સિરિઝની આની પહેલાની ફિલ્મ વર્ષ 2015માં રિલીઝ થઈ હતી, 'સ્પેકટર'.જેને જેમ્સ બોન્ડ ના ચાહકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળ્યો હતો. અને જેણે હોલીવુડ સિને જગતને 800 કરોડ રૂપિયાની કમાણી કરાવી આપી હતી.

     તત્કાલીન જેમ્સ બોન્ડ, અભિનેતા ડેનિયલ ક્રેગ અભિનીત ફિલ્મ 'No time to die' રિલીઝ થઈ રહી છે. વર્ષ 2020ના એપ્રિલ મહિનાથી ફિલ્મ તૈયાર થઈ ગઈ હતી પરંતુ કોરોના મહામારીને કારણે ફિલ્મની રિલીઝ ડેટ બેથી ત્રણ વખત પાછળ ઠેલાતી ગઈ. ભારત, ચીન જેવા અનેક દેશોમાં તેની પ્રમોશનલ ટૂર પણ રદ કરી દેવામાં આવી હતી. પરંતુ આવતા સપ્ટેમ્બર મહિનામાં આ ફિલ્મનો ભવ્ય પ્રીમિયર યોજાવાનું નક્કી કર્યું છે અને આ પ્રીમિયર માટે નિર્માતાએ સો કરોડ રૂપિયાનું બજેટ નક્કી કર્યું છે. લંડનના વેંબલે એરિના સ્ટેડિયમમાં પડદા પાછળ કામ કરતા કલાકારો માટે આ ફિલ્મનો ખાસ પ્રીમિયર શો થવાનો છે.

ફેફસામાં ચેપ લાગ્યો છે કે નહીં? કોઈપણ મેડિકલ ટેસ્ટ વગર આ રીતે તપાસ થઈ શકે છે.

   ઉલ્લેખનીય છે કે, જેમ્સ બોન્ડની ભૂમિકામાં ડેનિયલ ક્રેગની આ છેલ્લી ફિલ્મ છે. હવે પછીની ફિલ્મમાં  જેમ્સ બોન્ડ તરીકે બીજા અભિનેતાને લેવાની વાતો ચર્ચાઈ રહી છે.

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More