News Continuous Bureau | Mumbai
Janhvi kapoor and anshula kapoor: બોની કપૂર ની બંને બોની કપૂરની દીકરીઓ જ્હાન્વી કપૂર અને અંશુલા કપૂર તેમની લવ લાઈફ ને લઇ ને ચર્ચામાં છે. હાલમાં જ બંને બહેનોએ તેમના સંબંધોની પુષ્ટિ કરી છે. જ્હાન્વી કપૂરના કથિત બોયફ્રેન્ડની એક પ્રતિક્રિયા સામે આવી હતી જે બાદ એ વાતની પુષ્ટિ થઈ હતી કે જ્હાન્વી શિખર સાથે રિલેશનશિપમાં છે. તો બીજી તરફ અંશુલાએ પણ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને તેના પ્રેમની જાહેરાત કરી હતી.
જ્હાન્વી કપૂર ના પ્રેમ નો ખુલાસો
જ્હાન્વી કપૂર ઘણી વાર શિખર પહાડિયા સાથે જોવા મળે છે. હવે શિખર ના એક જવાબે બન્ને વચ્ચે ના પ્રેમ ની પુષ્ટિ કરી છે. વાત એમ છે કે,થોડા દિવસો પહેલા, ઓરીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો જેમાં ખુશી કપૂર, સારા અલી ખાન અને સુહાના ખાન શિખર સાથે જોવા મળી હતી. વીડિયોમાં શિખર એક મહિલા સાથે ડાન્સ કરી રહ્યો હતો, જેનાથી જ્હાન્વી ને જલન થઇ. તેણે કોમેન્ટમાં છોકરીની ઓળખ વિશે પૂછ્યું અને શિખરે જવાબ આપ્યો, ‘હું તમારો જ છું.’ જોકે ત્યારબાદ આ જવાબ ને ડીલીટ કરવામાં આવ્યો હતો. પરંતુ તેનો સ્ક્રીનશોટ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
અંશુલા કપૂર નો પ્રેમ
બીજી તરફ અંશુલા એ પણ તેના ઇન્સ્ટાગ્રામ હેન્ડલ પર એક પોસ્ટ શેર કરી, જેમાં તે તેના બોયફ્રેન્ડ રોહન ઠક્કર સાથે રોમેન્ટિક અંદાજ માં જોવા મળે છે. આ સાથે અંશુલા એ કેપ્શનમાં લખ્યું . ‘જ્યારે તે મારી આસપાસ હોય છે અથવા તેની આંખો મારી તરફ જોઈ રહી હોય ત્યારે મારુ સ્મિત મોટું થઇ જાય છે.’
તમને જણાવી દઈએ કે, જ્હાન્વી કપૂર નો બોયફ્રેન્ડ શિખર પહાડીયા એક બિઝનેસ મેન છે. જ્યારેકે અંશુલા કપૂર નો બોયફ્રેન્ડ રોહન ઠક્કર એક સ્ક્રીન રાઇટર છે.
આ સમાચાર પણ વાંચોઃ Sanjeev Kumar Death Anniversary: ગુજરાતી, હિન્દી, તમિલ, મરાઠી, તેલગુ, સિંધી, પંજાબી જેવી ભાષાની ફિલ્મોમાં કર્યુ કામ, પણ આ કારણે ના કર્યા લગ્ન- વાંચો વિગત
